Get The App

કોકો પછી હવે કોફીનો ઘૂંટ પણ મોંઘોઃ ભાવમાં ઉછાળો નોંધાયો

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
કોકો પછી હવે કોફીનો ઘૂંટ પણ મોંઘોઃ ભાવમાં ઉછાળો નોંધાયો 1 - image


- પ્રસંગપટ

- ઉત્પાદન ખર્ચમાં વધારાની અસર

- શોર્ટ સપ્લાયના કારણે કોકોના ભાવમાં એકજ સિઝનમાં 70 ટકા વધ્યા છે

દેશમાં કોફી બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો તાજેતરમાં ઝડપથી પલટાતા જોવા મળ્યા છએ. ૨૦૨૪માં વૈશ્વિક સ્તરે ચોકલેટના ઉત્પાદનમાં  વપરાતા કોકોના ભાવમાં રેકોર્ડ તેજી આવ્યા પછી હવે ૨૦૨૫ના નવા વર્ષમાં કોફીની બજાર આ દિશામાં આગળ વધતી જોવા મળી રહી છે એવું જાણકારો જણાવી રહ્યા છે. વિશ્વ બજારમાં અરેબિકા કોફીના રેકોર્ડ ભાવ રતલના ૩.૭૪થી ૩.૭૫ ડોલર સુધી તાજેતરમાં પહોંચી ગયાના વાવડ મળ્યા હતા. બ્રાઝીલમાં પ્રતિકૂળ હવામાનના પગલે ત્યાંથી આવતી સપ્લાય ઘટવાની ભીતિ બતાવાઈ રહી છે. વૈશ્વિક સ્તરે મોટા-મોટા રોસ્ટરો પાસે કોફીબીન્સ-કોફીના બીંયાનો સ્ટોક ઘટી ગયાના વાવડ પણ દરિયાપારથી મળ્યા હતા.

ભારતમાં જો કે જનતામાં ચાનો વપરાશ સામાન્યપણે વધુ થાય છે પરંતુ દક્ષિણ ભારતમાં વિવિધ રાજ્યોમાં કોફીનો વપરાશ મહત્ત્મ થતો રહ્યો છે. આ ઉપરાંત હવે વિવિધ શહેરોમાં દેશવ્યાપી ધોરણે યુવાવર્ગમાં કોફી પીવાનો ટ્રેન્ડ વધ્યાના વાવડ પણ મળ્યા હતા.  દરમિયાન,  બ્રાઝીલમાં કોફીના ઘણાં પ્લાન્ટેશનવોમાં ગુલામ જેવી સ્થિતિ ભોગવતા સંખ્યાબંધ વર્કરોને તાજેતરમાં બ્રાઝીલની સરકારે બચાવી બહાર કાઢ્યાના વાવડ પણ મળ્યા હતા. વિશ્વ બજારમાં તાજેતરમં અરેબીકા કોફીના ભાવ સતત ૧૦ દિવસ એકધારા વધી રતલના ચાર ડોલર સુધી પહોંચી ગયા હતા. વૈશ્વિક સ્તરે કોફીંમાં આવી એકધારી તેજી આ પૂર્વે છેક ૧૯૮૦માં જોવા મળી હતી! એવું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું.

અરેબીકા કોફીના ભાવ ગયાવર્ષે બમણા થયા હતા તથા આ વર્ષના આરંભથી બજારમાં તેજી આગળ ધપતી જોવા મળી છે. બ્રાઝીલનો  કોફીનો પુરવઠો વિશ્વ બજારમાં ઓછો આવી રહ્યો છે.  બ્રાઝીલમાં ૨૦૨૫-૨૬નો કોફીનો પાક અરેબીકા તેમજ રોબસ્ટા કોફીનો પાક ઓછો આવવાની શક્યતા બ્રાઝીલના કોફીના મોટા નિકાસકારો બતાવી રહ્યા છે. કોફી એક્સચેન્જમાં કોફીનો સ્ટોક ઘટી નવેમ્બર પછીનાનવા નીચા તળિયે ઉતરી ગયો છે. જોકે બ્રાઝીલમાં ડ્રાય-વેધરની સ્થિતિ  લાંબો સમય ચાલ્યા પછી તાજેતરમાં ત્યાં હળવો વરસાદ શરૂ થયાના વાવડ પણ મળ્યા હતા. દરમિયાન, ભારતમાં ઘરઆંગણે કોફીનું  ઉત્પાદન વિશેષરૂપે  કર્ણાટકમાં થાય છે અને કર્ણાટકથી  મળેલા સમાચાર મુજબ ત્યાં કોફીની ખેતી કરતા પ્લાન્ટરોને હાલ સારા ભાવ ઉપજી રહ્યા છે. ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. વિશ્વ બજારમાં બ્રાઝીલ ઉપરાંત વિયેતનામથી આવતી કોફીની સપ્લાય પણ ધીમી રહી છે. વૈશ્વિક સ્તરે  કોફીનું જે કુલ ઉત્પાદન થાય છે એ પૈકી આશરે ૬૦ ટકા ઉત્પાદન એકલા બ્રાઝીલમાં થાય છે.દરમિયાન, કર્ણાટકના બજારોમાં અરેબીકા કોફીના ભાવ એક મહિનામાં ૫૦ કિલોની ગુણીના રૂ.૧૯ હજારથી ઉછળી રૂ.૨૪ હજાર સુધી પહોંચી ગયાના સમાચાર  આવ્યા છે!  રોબસ્ટા કોફીના ભાવ બમણા થઈ રૂ.૨૦ હજાર સુધી ગુણીદીઠ (૫૦ કિલો) ટ્રેડ થતા જોવા મળ્યા છે. દેશમાં ૧૯૭૭માં કોફી બજારમાં રેકોર્ડ તેજી આવી હતી.  તથા આ વર્ષે પણ આવા સંજોગો દેખાયા છે.ભારત સરકારના કોફી બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષ કરતાં આ વ ર્ષમાં ભાવમાં આશરે ૩૦ ટકા જેટલી વૃદ્ધી થઈ છે. કર્ણાટકના પ્લાન્ટર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ કોફીના ભાવ આગળ ઉપર વધઘટે ઉંચા જતાં જોવા મળશે એવી શકયતા જણાય છે. જો કે એક બાજુ કોફીના ભાવ ઉંચા જતા દેખાયા છે ત્યારે બીજી તરફ કોફી ઉત્પાદનનો ખર્ચ પણ વધ્યો છે. લેબર, ખાતર, પ્લાન્ટેશનોના સાધનો વિ. વિવિધ બાબતોનો ખર્ચ  ખાસ્સો વધી ગયો છે. આના પગલે કોફી બજારમાં રેકોર્ડ તેજી છતાં પ્લાન્ટેશન માલિકોને  તથા કોફી ઉગાડતા ખેડૂતોને લાભ ઓછો મળી રહ્યો છે. કોકોના ભાવ ૭૦  ટકા એક જ સિઝનમાં વધી ગયા છે અને કોફી બજારમાં પણ આવી સ્થિતી સર્જાઈ રહી છે. કોકોના ભાવ કિલોના  રૂ.૪૪૦થી વધી ૭૭૦ સુધી પહોંચ્યા છે. કોકોમાં શોર્ટ સપ્લાય જેવી સ્થિતી હવે કોફી બજારમાં પણ દેખાતી થઈ છે. ન્યુયોર્ક તથા લંડનના વાયદા બજારોમાં  કોફી વાયદાના ભાવમાં તાજેતરમાં ખાસ્સી તેજી આવી હતી. ભારતમાં કોફીના ફાર્મ-ગેટ ભાવ વધી   તાજેતરમાં ૫૦ કિલોના રૂ.૨૨થી ૨૫ હજાર સુધી જોવા મળ્યા હતા.બે મહિનાના ભાવ ૨૪થી ૨૫ ટકા વધી ગયા છે.  વૈશ્વિક સ્તરે પણ કોફી તેજીની ચાલ બતાવી રહી હતી.  જો કે ભારતમાં ભાવ વધતાં  કોફીની નવી નિકાસ માગને પ્રતિકૂળ અસર પડવાની શરૂઆત પણ થઈ છે. એવા સંકેતો વહેતા થયા છે.

Prasangpat

Google NewsGoogle News