Get The App

એક્ટ ઓફ ગોડઃ માનવ સર્જીતભૂલો પર ઢાંંકપિછોડાનેા પ્રયાસ

Updated: Nov 9th, 2022


Google NewsGoogle News
એક્ટ ઓફ ગોડઃ માનવ સર્જીતભૂલો પર ઢાંંકપિછોડાનેા પ્રયાસ 1 - image


- ભગવાન પર શ્રદ્ધા હોય તો ડરવાની બહુ જરૂર નથી હોતી

-પ્રસંગપટ

-ખગોળીય ઘટનાને ધાર્મિક અસરવાળી ગણાવીને લોકોને વારંવાર ડરાવી દેવામાં આવે છે. લોકેાએ પણ જાગૃત થવાની જરૂર છે 

અમાસ, સૂર્યગ્રહણ , ચન્દ્ર ગ્રહણ જેવા ગંભીર ખગોળીય વાતાવરણમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ. જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહણ જોખમના પડીકા સમાન છે. કેતુના પ્રભાવ વાળું ગ્રહણ બધું ઉંધુ-ચત્તું કરી શકે છે. રશિયા-યુક્રેેન વચ્ચેની વોર અણુબોંબ ઝીંકવા સુધી પહોંચી ગઇ છે. આ ધમકીઓ સાચી ના પડે એમ વિશ્વ ઇચ્છે છે પરંતુ ગ્રહો તેનો પ્રભાવની અસર બતાવતા હોય છે. ગ્રહણ દર વર્ષે થતું હોય છે પરંતુ આ વર્ષનું ગ્રહણ કેતુના પ્રભાવવાળું હોઈ એક ઝાટકે બધું રમણ ભમણ કરી શકે છે. કેતુના સ્વભાવ તડફડ અને એક ઝાટકે પરિણામ આપનારો છે. 

અનેક દેશો સામસામે આવી ગયા છે. નોર્થ કોરિયા સામે સાઉથ કોરિયા છે. પાકિસ્તાનમાંં આતરવિગ્રહ જેવી દશા છે. આવી વૈશ્વિક ઘટનાઓને ગ્રહણની અસર હેઠળ સમાવીવે હાઉ ઉભોે કરાઇ રહ્યો છે. 

જ્યારે કોરાનાની એન્ટ્રી ચીનમાં થઇ ત્યારે પણ ગ્રહણ હતું અને તેણે તેની અસર આખા વિશ્વને બતાવી હતી. કહે છે કે ૧૨માંથી ૮ રાશિ પર ગ્રહણની અસર જોવા મળશે. સંવત ૨૦૭૮ના અંત ભાગમાં સૂર્ય ગ્રહણ હતું અને હવે ૮-૧૧ની પૂનમે ચન્દ્ર ગ્રહણ હતું. ગ્રહણથી બચવા માટે એવી રજૂઆત કરાઇ  છે કે તે સમય  દરમ્યાન ધૂન કરવી, ભગવાનનું નામ જપવું, માળા કરવી વગેરે. હકીકત તો એ છે કે જો ભગવાન પર શ્રદ્ધા હોય તો ડરવાની બહુ જરૂર નથી હોતી. પરંતુ માનવ સમુદાયમાં ડરનું મોજું ફરી વળતું હોય છે. દરેક ગ્રહણ દરમ્યાન શું કરવું અને શું ના કરવું એમ કહેવામાં લોકો વ્યસ્ત રહે છે અને એક બીજાને  ડરાવ્યા કરે છે. 

હાશકારો એ વાતનો છે કે હજુ સુધી કોઇએ મોરબીનો બ્રિજ તૂટી પડવાની ઘટનાને ગ્રહણની અસરમાં નથી ખપાવી. માનવ સર્જીત ભૂલને ગ્રહણની અસરનો એક ભાગ બતાવવો તે કોઇ રીતે ગળે ઉતરે એવું નથી. આખી ઘટનાને એેક્ટ ઓફ ગોડમાં ખપાવવા પ્રયાસ કરાયો છે. માનવ સર્જીત ભૂલોને એક્ટ ઓફ ગોડ કહેવી એ મૂર્ખતા છે. 

પરેશ રાવલના અભિનયવાળી બોલિવૂડ ફિલ્મ ઓ માય ગોડમાં ગુજરાતી વેપારી કાનજીની દુકાન ધરતીકંપમાં તૂટી જાય છે. તેને વિમો નથી મળતો એટલે તે ભગવાન સામે કેસ કરે છે અને કહે છે કે તમારા કારણે મારી દુકાન તૂટી છે. ફિલ્મમાં તેમણે ભગવાનના એજન્ટ બનીને ફરતા ગુરૂઓને પણ ખુલ્લા પાડી દીધા હતા. તેમાં પણ એક્ટ ઓફ ગોડનો મુદ્દો ચગાવાયો હતો. મૂળ ફિલ્મ ઓસ્ટ્રેલિયન ધ મેન હૂ સ્યૂ ગોડ હતી. તેના પરથી કાનજી વિરૂધ્ધ કાનજી નાટક પણ બન્યું હતું. 

ભગવાનની પ્રતિમા સામે ઊભા રહીને તેમની સામે ન્યાય માંગતા દ્રશ્યો અનેક ફિલ્મો (દિવાર)માંંં જોવા મળ્યા છે. ભગવાનથી ડરવાની વાત આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે તેની સાથે ગ્રહણ અને  અમાસના દિવસોથી પણ લોકોનેે ડરાવાયા છે. આજે પણ ઘણા લોકો અમાસના દિવસે કોઇ શુભ કામ નથી કરતા અને પ્રવાસથી દુર રહે છે. લોકો પ્રદોષના દિવસે ઉપવાસ પણ કરતા થયા છે.  ગ્રહણના કારણે જોવા મળતો ગભરાટ સ્વભાવિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલી કવિતા 'પ્રારબ્ધને અહીં ગાંઠે છે કોણ'માંની એક કડી એવી છે કે કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહી..આ વાત અહીં સુસંગત લાગી રહી છે.  કોઇ સંબંધીના અવસાન પછી બેસાડાતા ગરૂડ પુરાણના વાંચનને સમજવાની પરિપક્વતા જરૂરી છે. નહીંતર તેમાં આવતા માણસને ઉકળતા તેલમાં નાખવાના દ્રષ્ટાંતો સાંભળીને લોકો તે પુરાણ સાંભળવા પણ તૈયાર નથી થતા. તેમાં આવતા ડરાવનારા ઉદાહરણો પાછળનું શાસ્ત્ર જાણવા કોઇ તૈયાર નથી હોતું. હવે તો બહુ ઓછા લોકો ગરૂડ પૂરાણ બેસાડતા હોય છે. 

અહીં એક વાત નોંધવા જેવી છે કે ગ્રહણની ગંભીર અસરો વિશે ઘણું લખાયું છે પરંતુ તેમાંની કોઇ ખાસ અસર કે ઉથલ પાથલ જેવું કશું જોવા નથી મળ્યું. પાકિસ્તાનમાં ઇમરાન ખાન પરના હુમલાને ગ્રહણની અસરમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો છે તે આશ્ચર્યજનક છે. 

લોકો ખાસ કરીને ભગવાન પર શ્રધ્ધા રાખતા લોકો પણ વધુ ડરી જાય છે. ખગોળીય ઘટનાને ધાર્મિક અસર વાળી ગણાવીને લોકોને વારંવાર ડરાવી દેવામાં આવે છે. લોકેાએ પણ જાગૃત થવાની જરૂર છે.

Prasangpat

Google NewsGoogle News