Get The App

નવા વર્ષમાં સરકારની ફર્ટીલાઈઝર નિતીમાં મોટા ફેરફારોના એંધાણઃ સબસીડી ડાયરેકટ ટ્રાન્સફર કરાશે

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
નવા વર્ષમાં સરકારની ફર્ટીલાઈઝર નિતીમાં મોટા ફેરફારોના એંધાણઃ સબસીડી ડાયરેકટ ટ્રાન્સફર કરાશે 1 - image


- પ્રસંગપટ

- ખાતરોની શોર્ટેજ ઊભી થયાના તથા કાળા બજાર શરૂ થયા

- વિવિધ ખાતરોનો સ્ટોક પુરતો હોવાનો સરકારી દાવો છતાં રવિ મોસમમાં અછત તથા કાળા બજારની પણ બજારમાં સંભળાયેલી ચર્ચા!

દેશમાં  કૃષી ઉત્પાદન તથા વિવિધ ચીજોના વાવેતર હેઠળનો વિસ્તાર વધતાં ફર્ટીલાઈઝર્સ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પણ સમીકરણો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. ઘરઆંગણે ખરીફ પાકની મોસમ પુરી થઈ છે તથા હવે રવિ પાકની મોસમ શરૂ થઈ છે ત્યારે રવિ મોસમના પ્રથમ બે મહિનાના ગાળામાં વિવિધ ફર્ટીલાઈઝર્સ (ખાતર)ની માગ તથા વેચાણના આંકડાઓમાં ખાસ્સો તફાવત જોવા મળતાં તજજ્ઞાો આશ્ચર્ય બતાવતા જોવા મળ્યા હતા. ખાતરોની શોર્ટેજ ઊભી થયાના તથા કાળા બજાર શરૂ થયાના વાવડ પણ તાજેતરમાં વહેતા થયા હતા. સરકાર જો કે એવો દાવો કરતી રહી છે કે દેશમાં ફર્ટીલાઈઝર્સની અછત નથી. જો કે સંસદીય સમિતિ પાર્લામેન્ટરી પેનલે ખાતરની માગના  અંદાજની ચોક્સાઈ વિશે પ્રશ્નો ઉઠાવ્યાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા. ફર્ટીલાઈઝર મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ દેશમાં રવિ મોસમના પ્રથમ બે મહિનામાં ઓકટોબર તથા નવેમ્બરમાં યુરીયા, ડીએપી, એલઓપી, કોમ્પ્લેક્સ વિ. પ્રકારના વિવિધ ફર્ટીલાઈઝર્સનું કુલ વેંચાણ આશરે ૧૨૪થી  ૧૨૫ લાખ ટન જેટલું થયું છે જ્યારે ડિમાન્ડનો અંદાજ આ ગાળામાં ૧૫૫થી ૧૫૬ લાખ ટનનો હોતાં આ બે આંકડાઓ વચ્ચે ૩૦થી ૩૧ લાખ ટનનો મોટો તફાવત નોંધાયો હતો! યુરિયાના સંદર્ભમાં આવો તફાવત ૧૮થી ૧૯ લાખ ટનનો નોંધાયો છે જ્યારે ડીએપીના સંદર્ભમાં આવો તફાવત આશરે ૭ લાખ ટનનો તથા એમઓપીના સંદર્ભમાં આવો તફાવત આશરે ૭૩ હજાર ટનનો તથા કોમ્પલેક્સ ફર્ટીલાઈઝર્સમાં આશરે ૪ લાખ ૫૦થી ૫૫ હજાર ટનનો નોંધાયો છે. સરકારે વિવિધ ખાતરોની સપ્લાય તથા ડિસ્ટ્રીબ્યુશન વિતરણ વિશે વધુ ચોક્કસ બનવું જરૂરી હોવાનું પાર્મામેન્ટરી કમિટિએ જણાવ્યું હતું. સ્ટોક  પુરતો ઉપલબ્ધ હોય તો પછી ખેેડૂતોને શા માટે માલની અછતનો સામનો કરવો પડે છે? એવો પ્રશ્ન પૂછાતો થયો હતો.

દરમિયાન, દેશમાં હવે જ્યારે ૨૦૨૫નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે ત્યારે નવા વર્ષમાં ઘરઆંગણે ફર્ટીલાઈઝર્સ  ક્ષેત્રે ઘણા નવા સુધારાઓ થવાની આશા આ ક્ષેત્રના જાણકારો બતાવી રહ્યા છે. નવા વર્ષમાં ફર્ટીલાઇઝર્સ ક્ષેત્રે સબસીડીમાં ડાયરેકટ કેશ ટ્રાન્સફર વિષયક અમલની દિશામાં સરકાર આગળ વધશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. નવા વર્ષમાં દેશમાં વિવિધ રાજ્યોના વિવિધ જિલ્લાઓમાં આ પ્રકારે સબસીડીમાં ડાયરેકટ કેશ ટ્રાન્સફરનો આરંભ કરવામાં આવશે એવી શક્યતા ખાતર ઉદ્યોગંમાં તાજેતરમાં ચર્ચાઈ રહી હતી. આ દિશામાં ફર્ટીલાઈઝર મિનિસ્ટ્રીએ મોડયુલની રચના કરવાની યોજના બનાવી હોવાના વાવડ પણ વહેતા થયા છ.ે વિવિધ ખેડૂતોને  સરકારે પીએમ કિશાન, પીએમ ફસલ બિમા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ તથા યુનિક આઈડી કાર્ડ વિ. વિષયક ડેટા પાઠવ્યા છે તથા સરકારે આવા ખેડૂતોને પાક તથા વાવેતર અને પેદાશ ઉપરાંત કેટલી જમીન છે વિ. વિગતો જણાવવા મિનિસ્ટ્રીએ જણાવ્યું છે. આ બધી કવાયત પુરી થશે ત્યારબાદ સરકાર  સબસીડીમાં ડાયરેકટ કેશ ટ્રાન્સફરની યોજનામાં આગળ વધશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. એકચ્યુઅલ સબસીડી કઈ દિશામાં જઈ રહી છે એ બાબત સરકાર વિશેષ લક્ષ આપવા ઈચ્છે છે એવું સરકારી તત્વો જણાવી રહ્યા હતા. ૨૦૧૮થી દેશમાં ખાતરની સબસીડીનું ૧૦૦ ટકા પેમેન્ટ ફર્ટીલાઈઝર્સ ઉત્પાદક  કંપનીઓને  સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. પીઓએસ મશીન્સ મારફત એક્ચ્યુઅલ વેંચાણના આંકડાઓ મેળવી આ આંકડાઓના આધારે ફર્ટીલાઈઝર્સ ઉત્પાદક કંપનીઓને  સબસીડીની ચૂકવણી કરવામાં આવે  છે. એક્ચ્યુઅલ બેનીફીશયરને આવી સબસીડી પહોંચે એવી નીતિ સરકાર બનાવી રહી છે. જો કે ખાતર ઉત્પાદક કંપનીઓના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર તરફથી આ વિષયક ચર્ચા હજી કંપનીઓ સાથે શરૂ કરવામાં આવી નથી.  જો કે ખાતર ઉત્પાદકો આ યોજનામાં સરકારને પુરતો સહયોગ આપવા તૈયાર છે, એવું સૂત્રો જણાવી રહ્યા હતા,  આવી સબસીડીની કેશ ટ્રાન્સફર આગોતરા ધોરણે કરવાની રજૂઆત પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે. યુરીયાના ભાવ વિશે પણ મતમતાંતરો પ્રવર્તતા જોવા મળ્યા છે. વિવિધ ઉત્પાદકોના ભાવમાં તફાવત દેખાયો છે.

Prasangpat

Google NewsGoogle News