Get The App

ગુલાબ જાંબુ અને સેટેલાઇટ ભારતના યુવાન વિજ્ઞાનીઓ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ગુલાબ જાંબુ અને સેટેલાઇટ ભારતના યુવાન વિજ્ઞાનીઓ 1 - image


- સૌથી ઓછા વજનનો સેટેલાઇટ કલામ સેટ

- પ્રસંગપટ

- સેટેલાઇટનું વજન માંડ ૬૪ ગ્રામ હતું અને તે ત્રણ કલાક માટે માટે અવકાશમાં રહ્યું હતું

ગુલાબ જાંબુ અને સ્પેસ એમ વાંચીને એમ લાગે છે ને કે કોઇ રીતે બંધ બેસતી વાત નથી પરંતુ હકીકત એ છે કે નાના છોકરાઓના એક જૂથે સૌથી નાનો અને વજનમાં હળવો સેટેલાઇટ બનાવીને અવકાશમાં તરતો મુક્યો હતો. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામના નામ પર કલામ- સેટ નામનો સેટેલાઇટ યુવા વિજ્ઞાનીઓએ  તૈયાર કર્યો હતો. ગયા અઠવાડીયે ભારતને પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરી ત્યારે અનેક શહરોની સ્કુલોએ સ્પેસની સિધ્ધિઓ પર પ્રદર્શનો અને ુપરિસંવાદો યોજ્યા હતા. સ્પેસ એજંસી નાસાએ આ સેટેલાઇટ તૈયાર કરવામાં અને છોડવામાં સહાય કરી હતી.

આ સેટેલાઇટનું વજન માંડ ૬૪ ગ્રામ હતું અને તે ત્રણ કલાક માટે માટે અવકાશમાં રહ્યું હતું અને તે દરમ્યાન ટેમ્પરેચર અને રેડીયેશન સેન્સરના ડેટા કલેક્ટ કરી શક્યું હતું.આ સાહસ સાથે ગુલાબ જાંબુ નામ એટલા માટે જોડાયું છે કે તે સેટેલાઇટની સાઇઝ હાથના પંજામાં સમાઇ શકે એમ એક ગુલાબ જાંબુ જેટલી હતી. યુવા વિજ્ઞાનીઓ પણ સેટેલાઇટ બનાવી શકે તે આઇડયા  એરો સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસ કિડ્ઝ ઇન્ડિયા સ્ટાર્ટઅપના ફાઉન્ડરનો હતો.

સામાન્ય રીતે સેટેલાઇટ તૈયાર કરવા અને અવકાશમાં મોકલીને સંશોધનો કરવા ખાસ માન્ય એજંસીઓ કામ કરતી હોય છે. સ્પેસ ક્ષેત્રે ભારતે ચન્દ્રયાન થ્રી દ્વારા મેળવેલી સિધ્ધિ બાદ વિશ્વમાં સ્પેસ ક્ષેત્રે ટોચના ગણાતા દેશોની હરોળમાં આવી ગયું હતું.

બાળકો મારફતે સેટેલાઇટ તૈયાર કરાવાનું સાહસ સ્પેસ સ્ટાર્ટઅપનો એક ભાગ છે. એરો સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસ કિડ્ઝ ઇન્ડિયાના ફાઉન્ડર અને સીઇઓ શ્રીમતી કેસને સાયન્સ અને સ્પેસમાં કેરિયર બનાવવા માંગતા યુવા વિજ્ઞાનીઓને તિરૂપતિ, કરૂર,નિઝામાબાદ,કન્યાકુમારી. ચેન્નાઇ અને બેંગલુરૂ જેવા શહેરોમાંથી આમંત્ર્યા હતા. યંગ સાયન્ટીસ્ટ ઇન્ડિયા ટાઇટલ હેઠળ ૨૦૧૩માં સાયન્સ સ્પર્ધા રાખી હતી. તેમાંથી વિજેતાઓને પસંદ કરીને તેમાંથી યુવા વિજ્ઞાનીઓની ટીમ તૈયાર કરાઇ હતી.

સ્ટાર્ટઅપ એરો સ્પેસ કિડ્ઝના ફાઉન્ડર કેસને દરેક યુવા વિજ્ઞાનીઓને બેસાડીને સેટેલાઇટ બનાવવાની કિંમત અને તેનો ઉપયોગ સમજાવ્યો હતો.  યુવા વિજ્ઞાનીઓ પોતે સેટેલાઇટ બનાવી શકે છે એમ કહીને તેમણે મોટીવેશનની ભૂમિકા ભજવી હતી. ગુલાબ જાંબુની સાઇઝનો સેટેલાઇટ બનાવવાનો આઇડયા કેસન મેડમનો હતો. નાની સાઇઝના કારણે ખર્ચ ઓછો આવતો હતો અને તેનાથી સંશોધનનું કામ પણ થઇ શકતું હતું.

જ્યારે અમેરિકા  સ્થિત એક એજ્યુકેશન કંપનીએ નાસાના રોકેટ મારફતે અવકાશમાં ક્યૂબ મુકવાની કોમ્પિટીશન મુકી ત્યારે તેમાં સેટેલાઇટ માત્ર ૩૦ ગ્રામના હોવા જોઇએ તેવી શરત હતી.

તેના પરથી ઉદાહરણ લઇને સ્પેસ કિડઝ ઇન્ડિયા ટીમનું નેતૃત્વ કરનાર અને કરૂર જીલ્લાનો રહેવાસી ૧૮ વર્ષના રિફાથ શીરૂકે એલ્યુમિનિયમના બદલે ફાઇબર પોલીમર્સનો ઉપયોગ કરીને તે સેટેલાઇટની ડિઝાઇન તેયાર કરીને તેને કલામ સેટ નામ આપવાની પ્રપોઝલ મુકી હતી. આ પ્રપોઝલ મંજૂર કરાઇ ત્યારે તે વિશ્વના સૌથી ઓછા વજન વાળું થ્રીડી પ્રિન્ટેડ સેટેલાઇટ તરીકેની ઓળખ મેળવી શક્યું હતું.

પ્રપોઝલ બાદ યંગ સાયન્ટિસ્ટની ટીમ નાના સેટેલાઇટને અવકાશમાં ઇસરો મારફતે શ્રીહરીકોટો ખાતેથી મોકલવા તૈયાર થઇ હતી. ઇસરોએ કહ્યું હતું કે અમે કોઇ ચાર્જ નહીં લઇએ પણ તમારે  છ દિવસના સમયમાં તમામ તૈયારીઓ પુરી કરવી પડશે. 

શરૂઆતમાં યંગ સાયન્ટિસ્ટો માટે છ દિવસમાં તૈયારી અશક્ય લાગતી હતી પરંતુ કેસન મેડમે કહ્યું હતું કે આવી તક ફરી નહીં મળે માટે સખત મહેનત શરૂ કરી હતી. ત્યારબાદ અમારી મહેનત કામ આવી હતી અને ઇસરોએ  સૌથી ઓછા વજનનો સેટેલાઇટ હેમ રેડીયો એાપરેટર્સની સહાયથી તરતો મુક્યો હતો.

યંગ સાયન્ટિસ્ટોને મોટીવેટ કરનાર  શ્રીમતી કેસર  ૨૦૧૦માં ભારતના ૧૦૮ વિદ્યાર્થીઓને લઇને કેનેડી સ્પેસ સેન્ટર લઇ ગયા હતા. અત્યાર સુધીમાં તે ૩૫૦૦ વિદ્યાર્થીઓને નાસાની મુલાકાત લેવડાવી ચૂક્યા છે.

Prasangpat

Google NewsGoogle News