2G v/s 3G v/s 4G v/s 5G વિવાદાસ્પદ ઓક્શન 2Gનું હતું

Updated: Aug 4th, 2022


Google NewsGoogle News
2G v/s 3G v/s 4G v/s 5G વિવાદાસ્પદ ઓક્શન 2Gનું હતું 1 - image


- ડાઉનલોડીંગ સ્પીડ માટે દિલ માંગે મોર જેવી સ્થિતિ

- પ્રસંગપટ

- ભારતમાં ઇન્ટરનેટ સ્પીડની સફર 64 કિલોબાઇટથી 10 ગીગાબાઇટ સુધીની રહી છે

2G... 6,16,162 કરોડ... 64 kbps

3G... 67,719 કરોડ... 2 Mbps

4G...77,800 કરોડ...20 Mbps

5G...1,98,000 કરોડ...10 Gbps

ઇન્ટરનેટ ડાઉનલોડીંગ સ્પીડ સાથે સંકળાયેલા જનરેશન (G)પ્રમાણેના સ્પેક્ટ્રમમાંથી સરકારને થયેલી આવકના છે. ભારતમાં એક સમયે ઓક્શન એટલ ેકે હરાજીની છાપ એવી હતી કે તેમાં મળતિયાઓને તેમજ રાજકારણીઓ સાથે સંકળાયેલી કંપનીઓને લાભ થાય. અનેક ઓક્શન કોર્ટમાં ખેંચી જવાય છે.

આપણે જૂનમાં આઇપીએલ જંગના મીડિયા રાઇટ્સ અને ટીમ તેમજ ખેલાડીઓનું ઓક્શન જોયું હતું. તાજેતરમાં 5Gનું ઓક્શન જોયું છે.  બંનેમાં એક વાત કોમન હતી કે રિલાયન્સ ટોપ પર હતું. માત્ર ચાર ટેલિકોમ કંપનીઓએ 5Gના ઓક્શનમાં ભાગ લીધો હતો. દોઢ ટ્રિલિયન ડોલરથી વધુના કોન્ટ્રાક્ટ અપાયા હતા. ભારતના લોકોએ ટેલિકોમ ક્ષેત્રે સતત પ્રગતિ જોઇ છે. ડાઉનલોડીંગ સ્પીડ માટે દિલ માંગે મોર જેવી સ્થિતિ છે.

 લોકો જે ફટાફટ ડાઉનલોડીંગ સ્પીડ માગે છે તે  5G સંતોષી શકે છે. 5G કરતાં તે દશ ગણી છે. 5Gની બોલીમાં સરકારે એક લાખ કરોડની આશા રાખી હતી, પરંતુ તે આંકડો વધીને દોઢ ટ્રિલીયન ડોલરને વટાવી ગયો હતો. 5Gમાં ક્યાંય સરકારી ચંચુપાત નહોતી અને  બધું જ કામ ઓનલાઇન કરાયું હતું. ટ્રાન્સપેરન્ટ વર્ક હોવાના કારણે વિપક્ષો પણ કોઇ વાંધો ઉઠાવી શક્યા નહોતા. 

  ભારતમાં મોબાઇલ પર ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે. સોશ્યલ નેટવર્ક તો મોબાઇલ આધારિત બની ગયું છે. લોકોના રોજીંદા જીવન સાથે ઓનલાઇન સિસ્ટમ વણાઇ ગઇ છે. ભારતની આર્થિક અને સામાજીક પ્રગતિની સાથે તે વણાઇ ગયેલું છે.

સ્પેક્ટ્રમ માટેની હરાજીથી થતી આવક પર દરેકની નજર હોય છે. 5Gમાં 1.95 લાખ ટ્રિલીયનની રકમ એ  સરકારની અપેક્ષા કરતાં પણ વધુ  છે. આશ્ચર્યની વાત એ છે કે આટલો જંગી સોદો થયો, પણ ક્યાંય કૌભાંડ થયાની બૂમ નથી ઉઠી કે ક્યાંય કોર્ટના સ્ટે નથી આવ્યા. ટોલિકોમ સર્કલના આવક હરાજીમાં મળેલી કિંમતના આધારે હોય છે. તેના આધારે દરેક નાગરિકને ઇન્ટરનેટના વપરાશની કિંમત ચૂકવવાની આવે છે.

    2G માટે લાગવગશાહીનો વિવાદ થયો હતો તેથી  બીજીવાર ઓેક્શન કરવું પડયું હતું. 19 ફેબુ્રઆરી-2014માં દશ દિવસ માટે 68 રાઉન્ડની બોલી ચાલી હતી, જેમાં સરકારને 6,16,162 કરોડ રુપિયાની આવક થઇ હતી. 3Gનું ઓક્શન 34 દિવસ ચાલ્યું હતું, જેમાં 183 બોલી બોલાઇ હતી. 3G મહત્ત્વનું એટલા માટે ગણાય છે કે ત્યારથી વિડીયો કોલિંગ અને હાઇસ્પીડ નેટવર્ક માટેના દ્વાર ખુલ્યા હતા, જેમાં સરકારને 67,719 કરોડ રુપિયાની આવક થઇ હતી. 4G ઓેક્શન ગયા વર્ષે થયું હતું, જે બે દિવસમાં પુરું થયું હતું. તેમાં સરકારને 77, 800 કરોડ રુપિયાની આવક થઇ હતી. આ ઓક્શન દરમ્યાન 2021માં એક્સપાયર થતા લાયસન્સની પણ બોલી બોલાઇ હતી જેમા જીયો, એરટેલ,વોડાફોન, આઇડિયા સહિતની કંપનીઓએેે ભાગ લીધો હતો. 

 2Gમાં લગાવાયેલી બોલીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. અમેરિકાના અખબારોેએ તેને સત્તા પર રહેલાઓના વોટરગેટ કૌભાંડ સાથે સરખાવ્યું હતું.   ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર હતી. આ ઓેક્શનના કારણે સરકારની બહુ બદનામી થઇ હતી. ટેલિકોમ પ્રધાન એ.રાજા અને ડીએમકેના સુપ્રીમો કરૂણાનિધીની બેટી કનીમોઝી એમ બંનેએ મળીને આડેધડ કરેલી ફાળવણી સીએજીના અહેવાલમાં ખુલ્લી પડાઇ હતી. 

સુપ્રીમ કોર્ટે ફરી ઓક્શન માટેનો આદેશ આપ્યો હતો. સીએજીએ તેના અહેવાલમાં લખ્યું હતું કે સરકારને 1.76 લાખ કરોડનો ફટકો પડયો છે. સુપ્રીમ કોર્ટમાં 30,000 પાનાંની ચાર્જશીટ દાખલ કરાઇ હતી.

4G કરતાં 5Gની સ્પીડ દશ ગણી વધારે હશે. દેશના જે 13 શહેરોમાં પહેલાં 5Gની સર્વિસ જોવા મળશે તેમાં ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, ગાંધીનગર અને જામનગરનો સમાવેશ થાય છે. આમ, ભારતમાં ઇન્ટરનેટ સ્પીડની સફર 64 કિલોબાઇટથી 10 ગીગાબાઇટ સુધીની રહી છે.

Prasangpat

Google NewsGoogle News