એલન મસ્ક V/S ટીમ કૂક: ટેસ્લા સોદો મોં-માથા વિનાની અફવાથી વિવાદ
- એલન મસ્ક અને ટીમ કૂક વચ્ચે થયેલા મનઘડંત સંવાદો
- પ્રસંગપટ
- મસ્ક અને ટીમ કૂકે ક્યારેય એક બીજાને કોઇ પત્ર નથી લખ્યો કે ક્યારેય સામસામે બેસીને કોઇ ચર્ચા પણ નથી કરી
અમેરિકાના પ્રમુખ બાઇડનના નિવેદનો કરતાં ટેસ્લાના એલન મસ્ક અને એેપલના ટીમ કૂકના નિવેદનો વધુ વંચાય છે તેમજ તે પર વિવાદો થાય છે . તાજેતરમાં બહાર પડેલા એક પુસ્તક પાવર પ્લેના રિવ્યૂમાં એલન મસ્ક અને ટીમ કૂક વચ્ચે થયેલા સંવાદોને સમાવાયા છે. છેલ્લા કેટલાક સમયથી એવી અફવા ચાલતી હતી કે એેપલના ટીમ કૂક એલન મસ્કની ટેસ્લાને ખરીદી રહ્યા છે. કોર્પોરેટ જગતના આ બે મોટા માથા ટકરાય ત્યારે શું થાય અને કેવા ગપગોળા ઉભા થાય છે તે આ પુસ્તકમાં દર્શાવાયું છે.
આ પુસ્તકના પગલે વહેતી અફવાનો ઉલ્લેખ ગુજરાત સમાચારના વેપાર પાને આવતી ડેલી ફીચર કોલમ બજારની વાતમાં પણ કરાયો હતો. પાવર પ્લે પુસ્તકમાં લખ્યા અનુસાર ટીમ કૂક એમ ઇચ્છતા હતા કે એપલ ટેસ્લાને ખરીદી લે. પરંતુ ટેસ્લાના એલન મસ્ક તે બાબતે સંમત થયા નહોતા. સોદાની આ વાત એટલા માટે આગળ નહોતી વધી કે એલન મસ્કે એમ કહ્યું હતું કે મને એપલના સીઇઓ બનાવો. કૂકને આ વાત પસંદ નહોતી પડી એટલે તેમણે કહ્યું હતું કે જા ભાઇ જા બીજી વાત કર.
એલન મસ્કને જ્યારે આ પુસ્તકની વિગતો ખબર પડી ત્યારે તેમણે સ્પષ્ટતા કરવી પડી હતી કે સાચી વાતતો એ છે કે મેં અને એપલના ટીમ કૂકે ક્યારેય એક બીજાને કોઇ પત્ર નથી લખ્યો તે તો ઠીક પણ ક્યારેય સામસામે બેસીને કોઇ ચર્ચા પણ નથી કરી. તો પછી કૂકે ટેસ્લા ખરીદવાની ઓફર કેવી રીતે કરી હોય?
એલન મસ્કેતો સ્પષ્ટતા કરી દીધી પરંતુ સામે છેડે એપલના ટીમ કૂકે પણ ન્યુયોર્ક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહયું હતું કે મેં પણ ટેસ્લાના માલિક એલન સાથે ક્યારેય વાત નથી કરી. આમ એલન અને મસ્ક બંને એમ કહે છે કે અમારી વચ્ચે કાઇ સંવાદ જ નથી થયો તો પછી અમારી વચ્ચે કંપની ખરીદવાની વાત કેવી રીતે થઇ હોય ?
જ્યારે બંને વચ્ચે કોઇ મુદ્દે કોઇજ ચર્ચા ના થઇ હોય ત્યારે આ અફવા કોના ભેજાની ઉપજ છે તે પણ શોધવું જોઇએ.
રાજકીય ક્ષેત્રે બંધ બારણે ચાલતી ચર્ચાની વિગતો ભાગ્યેજ બહાર આવે છે એવું કોર્પોરેટ કંપનીઓમાં જોવા મળતું નથી. કોર્પોરેટ કંપનીઓમાં ચાર દિવાલો વચ્ચે લેવાતા નિર્ણયો પણ ભાગ્યે જ બહાર આવતા હોય છે. જ્યારે કંપની કોઇને વેચવાની હોય કે કોઇ કંપની ખરીદવાની હોય તો તે વાત અત્યંત ખાનગી રાખવામાં આવે છે.
હજુતો ગઇકાલેજ એપલ એપ્લિકેશન સ્ટેાર પર લેવાતી ફી બાબતે એલન મસ્કે ટીકા કરી છે. તેનો પણ વિવાદ ઉભો થયો છે. પરંતુ ક્યાંય એવો ઉલ્લેખ જોવા નથી મળતો કે એપલે ટેસ્લામાં કોઇ રસ બતાવ્યો હોય. પ.બંગાળમાં ટાટા નેનોની સાઇટ પર ગુંડાઓ તૂટી પડયા ત્યારે ટાટાએ નેનોના પ્રોજેક્ટને ખસેડવાની વાત કોઇને પણ કહી નહોતી.
કેટલાક સોદા કોર્પોરેટ કંપનીઓમાં એકદમ ખાનગી રખાય છે કેમકે પ્રતિસ્પર્ધી કંપનીઓ તેનો લાભ ના ઉઠાવેકે ઇનસાઇડર ટ્રેડીંગ જેવી કોઇ ઘટના ના બને.
જો ટીમ કૂક અને એલન મસ્ક વચ્ચે કોઇ સોદો થાય તો તે ખાનગી જ રહે તેમાં શંકાને સ્થાન નથી. બંને કંપનીઓ અબજો ડોલરની માર્કેટ કેપ ધરાવે છે. તે બંને વચ્ચે આવું કોઇ ડિલીંગ શેર બજારમાં ઉથલ પાથલ ઉભી કરી શકે છે.
ટેસ્લાના એલન મસ્ક અને એપલના ટીમ કૂક બંને વૈશ્વિક અર્થ તંત્રના મોટા માથા છે. ટેસ્લા ઇલેકટ્રીક કારનું ઉત્પાદન ભારતમાં થાય તે માટે ભારત સરકાર તત્પર છે અને એલન મસ્કે ઉભા કરેલા આયાત ડયુટી જેવા વાંધા પણ નિવારવા સરકાર તૈયાર થઇ હોય એમ લાગે છે. બેંગલુરુ નજીક ટેસ્લા કારનું ઉત્પાદન કરાશે એવી જાહેરાત પણ થઇ ચૂકી છે.
ભારતના લોકો એલન મસ્ક અને ટીમ કૂકથી પરિચિત છે. મસ્કની ટેસ્લા અને ટીમ કૂકનો એપલ ફોન બંને વચ્ચે પ્રોડક્ટની કોઇ સ્પર્ધા નથી. બંને એક બીજાના પ્રાફેેશનમાં પણ આડે નથી આવતાં છતાં બંનેના નામ પર કોર્પોરેટ સર્કલમાં વિવિધ અફવાઓ ચાલ્યા કરે છે. બંને અબજોપતિ છે બંનેમાં એક બીજાની કંપનીઓ ખરીદવા જેટલા પૈસા છે છતાં બંને એક બીજાની આમન્યા રાખે છે. લોકોેએ તે બંનેના ભ્રામક ટિવીટ્ર સંદેશાઓની આપલે કરીને વિવાદને વધુ ચગાવ્યો હતો. બંને ટોચના લોકોને ખોટા મુદ્દે ભેરવી દઇને વિવાદ ઉભો કરાયો હતો. તેનું પુસ્તક બનાવીને આખા કોર્પોરેટ જગતનું ધ્યાન ખેંચનારાઓથી સાવધ રહેવાની જરૂર છે.
કહે છેકે એલન મસ્કને આ પુસ્તક વાંચવા કહ્યું હતું ત્યારે તેમણે આવા પુસ્તકને ર્શહજીહજી કહીને મોં ફેરવી લીધું હતું.