સવિતા ભાભીની એન્ટ્રી પછી પોર્ન ફિલ્મોની માંગ વધી, દૂષણો વધ્યા
- બોલિવુડની સેમી પોર્ન સી-ગ્રેડ ફિલ્મોએ બદી ફેલાવી છે
- ડિજીટલ ટેકનોલોજીના પગલે ઉભા થયેલા દૂષણોને અટકાવી શકાતા નથી. ફાઇવ-જી આવશે પછી આવા દૂષણો વધુ વકરશે
વિશ્વમાં પોર્નોગ્રાફીનો ધંધો ૪૭,૦૦૦ કરોડ રૂપિયાનો છે. માત્ર એટલ્ટ નહીં પણ હવે યુવાનો પણ તે ખૂણે ખાંચરે બેસીને એન્જોય કરતા હોય છે. સેક્સ એજ્યુકેશનના પાઠ ભણતા ભણતા લોકો ક્યારે પોર્નોના રવાડે ચઢી ગયા તેની તો કોઇને ખબરજ ના પડી. અબજો રૂપિયાનો આ ધંધો ઓનલાઇન કોલ ગર્લ સમાન છે. ભારતમાં પેાર્નોગ્રાફીે બોલિવુડની બાય પ્રોડક્ટ કહી શકાય. ફિલ્મોમાં વધુ કમાણી કરવાના આશયથી સેકસી સીન ઘૂસાડનારાઓ સમાજમાં પોર્નોગ્રાફીની બદી ફેલાવી છે. બોલિવુડની સી ગ્રેડની ફિલ્મો સેમી પોર્ન પ્રકારની હોય છે. વિડીયો સિસ્ટમ પર સવિતા ભાભીના એપિસોડની આજે પણ ડિમાન્ડ છે. લાંબા સમયસુધી ભારતની સરકારે બોલીવુડની આળપંપાળ કર્યા કરી છે. મનોરંજનના નામે બોલિવુડે સમાજમાં અનેક પ્રકારની બદી ફેલાવી છે.
મોટી ફિલ્મોમાં કામ કરતાં અભિનેતા અભિનેત્રીઓ પોતાને પોર્નાગ્રાફી વગેરેથી દૂર રાખે છે પરંતુ જે અભિનેત્રીને ફિલ્મોમાં કામ નથી મળતું તે જાણે અજાણે બોલિવુડની પડદા પાછળની ગંદકીનો ભોગ બને છે. આ ગંદકી એટલે સેક્સ રેકેટ, અંધારી આલમના સાથી બનવું પોર્નોગ્રાફી વગેરે.
પોર્નોગ્રાફીના કારણે હિંસાચાર, બળાત્કારના કેસો વગેરે વધ્યા છે. ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી, સેક્સ સ્લાઇડ, સેકસ સ્ટોરીના ઓડિયો વિડીયો વગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં પોર્નોગ્રાફી બોલિવુડની સેમી પોર્ન સી-ગ્રેડ ફિલ્મોના કારણે ઘૂસ્યો છે.
ડિજીટલ સિસ્ટમ આવ્યા બાદ બોલિવુડના પડદા પાછળના સીન જાહેરમાં લોકો સમક્ષ આવી ગયા હતા. વિવિધ આર્ટ અને ભૂતની સ્ટોરી કે કુદરતી સૌંદર્યના નામે ફિલ્મોમાં સેક્સ ઘૂસાડાય છે. આવી વાતો કોઇથી છૂપી નથી છતાં કોઇ તે સ્વિકારવા તૈયાર નથી.
સવિતા ભાભી પર પ્રતિબંધ મુકવાના પ્રયાસનો ફિયાસ્કો થયો હતો કેમકે લોકો તે બ્લેકમાં જોતા હતા. બહારના રાજ્યોમાંથી આવતા મજૂરો અને કામદારો તે ટોળેે વળીને જોતાં હોય છે. અહીંથી તેમની માનસિક વિકૃતિની શરૂઆત થાય છે.
ડેટિંગ વેબસાઇટોનો રાફડો ફાટયો છે. ભારતમાં ડેટીંગ સાઇટો અને ઇરોટિકા જોનારો બહુ મોટો વર્ગ છે. આવી સાઇટો વિકલી સબસ્ક્રીપશન મારફતે લાખો ડોલર કમાય છે. જ્યારે રાજ કંૂદ્રાને પકડવામાં આવ્યો ત્યારે કેટલીક અભિનેત્રીઓએ પોલીસને કેટલીક ખાનગી વિગતો આપી હતી.
મિસ એશિયા બિકિનીની વિનર તેમજ બાલાજી વેબ સિરીઝ ગંદી બાતમાં કામ કરનાર ગેહના વશિષ્ઠની પોર્નોગ્રાફી જેવાજ એક કેસમાં ધરપકડ કરાઇ હતી. હાલમાં તે જામીન પર છૂટેલી છે. એક નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે ઇરોટિકા અને પોર્નોમાં ફેેર છે. સેકન્ડ અને થર્ડ ગ્રેડની મનાતી અનેક અભિનેત્રીઓ હોરર ફિલ્મો વગેરે મારફતે સેમિ પેાર્ન માટે સીન આપતી આવી છે. ઇન્ટરનેટ પર આવા ઢગલાબંધ મટીરીયલ જોવા મળે છે.
ભારતમાં ઓટીટી પ્લેટફોર્મે પણ સેમિપોર્ન સમાન બની ગયું છે.
પોર્ન સાઇટ બનાવવી એ ગુનો છે પરંતુ ફિલ્મોથી માંડીને જાહેર ખબરો સુધીના સેમી પોર્ન લાખો લોકો મોટા પડદે અને ટીવી પડદે રોજ જોઇ રહ્યા છે. મોબાઇલ પર પોર્ન અને ઇરોટિકા બતાવતી હજારો ક્લિપીંગ્સ જોવા મળે છે. જાહેરખબરોની દુનિયામાં દરેક સેક્સી ટચની અપેક્ષા રાખે છે.
ન્યુઝ સાઇટો પણ પોતાની હીટ્સ વધારવા સેકસ વિષયક ન્યુઝ વધુ સમાવે છે.ઓન લાઇન માર્કેટમાં સેક્સ ગ્રાહકોને ખેંચી લાવે છે.
ડિજીટલ દુનિયાના આગમન પછી કેટલાક દૂષણો સમાજ જીવનમાં પ્રવેશ્યા છે.એક તરફ ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તો બીજી તરફ કેટલાક દૂષણોનો સામનો પણ કરી રહ્યું છે.
રાજ કંૂદ્રાની ઓળખ શિલ્પા શેટ્ટીના કારણે છે. તે પોતાની જાતને એક બિઝનેસમેન તરીકે ઓળખાવતો હતો. કપિલ શર્માના શોમાં એક વાર કપિલે પૂછ્યું હતું કે તમે કરો છો શું કે આટલા બધા પૈસાદાર છેા ? ખરેખર આ માણસ શું કરે છે તેની ખબર તેની પત્ની શિલ્પા શેટ્ટી પણ નહોતી જાણતી. જ્યારે પોલીસે ધરપકડ શરૂ કરી ત્યારે રાજ કૂન્દ્રાનો અસલી ચહેરો લોકોની નજર સામે આવ્યો હતો.
આવા કેસો સમાજની આંખોમાં ધૂળ નાખવા સમાન હોય છે. ડિજીટલ ટેકનોલોજીના પગલે ઉભા થયેલા દૂષણો ને અટકાવી શકાતા નથી. ફાઇવ-જી આવશે પછી આવા દૂષણો વધુ વકરશે.