ધારાસભ્ય મોઢવાડીયાના પિતાશ્રીની મોઢવાડા ગામે નીકળી અંતિમયાત્રા
- મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, ગ્રામજનો જોડાયા
- વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ ટેલિફોનિક સાંત્વના પાઠવીઃ પોરબંદર, અમદાવાદ, મોઢવાડામાં પ્રાર્થનાસભા
પોરબંદર: પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના પિતા દેવાભાઈ મોઢવાડીયાનું દુઃખદ નિધન થતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ અર્જુનભાઈ મોઢવાડીયાને ટેલિફોનિક સાંત્વના પાઠવી હતી. તેમના વતન મોઢવાડા, પોરબંદર અને અમદાવાદમાં પ્રાર્થનાસભા યોજાશે.
પોરબંદર ધારાસભ્ય તરીકે તાજેતરમાં ચૂંટાયેલા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એવા અર્જુનભાઈ મોઢવાડીયાના પિતા દેવાભાઈ ઉગાભાઈ મોઢવાડીયા (ઉ.વ.96) નું મોઢવાડા ખાતે નિધન થતા ગઈકાલે મોઢવાડા ખાતે આવેલી તેમની વાડીએથી સ્મશાનયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૪ બુધવારે મોઢવાડા ખાતે પ્રાર્થનાસભાનું આયોજન થયું છે. જયારે પ્રાર્થનાસભા તા.૧૫ ડીસેમ્બર ગુરૂવારે 4 થી 6 દરમ્યાન નટવરસિંહજી કલબ પાસે આવેલ તાજાવાલા વાડી ખાતે યોજવામાં આવશે અને અમદાવાદમાં તા.18 ને રવિવાર સવારે 9 થી 11 દરમ્યાન માધવ ફાર્મ એન્ડ બેન્કવેટ સનવિલા બંગલો નજીક ક્રિસ્ટાર હોટેલ સામે ઝાયડસ હોસ્પિટલ રોડ થલતેજ ખાતે પ્રાર્થનાસભા યોજાશે.