યજ્ઞો પવિત સંસ્કારની આમંત્રણ પત્રિકા તૈયાર થઈ ખાદીના રૂમાલ પર
પોરબંદર તા.18 મે 2022,બુધવાર
પોરબંદરમાં ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન વ્યવસ્થાપકે પૌત્રના ઉપનયન સંસ્કાર નિમિત્તે આમંત્રણ પત્રિકા ખાદીના રૂમાલ પર તૈયાર કરી સૌ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન પોરબંદરના વ્યવસ્થાપક કે જેમનું જીવન ખાદી સાથે છેલ્લાં પચાસ વર્ષોથી સંકળાયેલા છે તેવા રમેશભાઈ વિઠલાણીના પૌત્ર કિશન જીતેશભાઈ વિઠલાણીના યજ્ઞો પવિત સંસ્કાર નિમિત્તે તેમની આમંત્રણ પત્રિકા ખાદીના રૂમાલમાં વોશેબલ પ્રિન્ટમાં બનાવી પોતાનો ખાદી પ્રત્યેનો લગાવ અને સમાજમાં એક અનેરૂ ઉદાહરણ પૂરું પાડેલ છે .
આ રૂમાલ વોશ કરતા તેને પ્રિન્ટ નીકળી જાય તેરીતે પ્રિન્ટ કરાઈ છે. અને પ્રિન્ટ ધોયા બાદ નીકળી જતા ત્યારબાદ તે રૂમાલ ફરીથી ઉપયોગમાં લઇ શકાય છે. આ રીતે ખાદીનો વ્યાપ વધુ લોકો સુધી પહોંચે અને ખાદી સાથે જોડાયેલા કારીગરો રોજીરોટીમાં પણ વૃદ્ધિ થાય અને પર્યાવરણની પણ જાળવણી થાય એવું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.