પોરબંદરમાં ગરબામાં બાળકીને બેમાંથી એક જ ઈનામ મળ્યું,રજૂઆત કરતાં આયોજકોએ પિતાની હત્યા કરી

ઘર આંગણે બેઠેલા પિતાને કેટલાક લોકો ઉઠાવી ગયાં અને ઢોર માર માર્યો સારવાર દરમિયાન મોત નિપજ્યું

રજૂઆત કરવા ગયેલી બાળકીની માતાને પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
પોરબંદરમાં ગરબામાં બાળકીને બેમાંથી એક જ ઈનામ મળ્યું,રજૂઆત કરતાં આયોજકોએ પિતાની હત્યા કરી 1 - image



પોરબંદરઃ (Gujarat)ગુજરાતમાં નવરાત્રિના નવ દિવસમાં લોકોએ માં જગદંબાની આરાધના કરી અને અનેક ખેલૈયાઓએ ગરબાની રમઝટ માણી. પરંતુ પોરબંદરમાં નવરાત્રિનો તહેવાર એક પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો હતો.(porbandar) મંગળવારે રાતે એક બાળકીના પિતાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. 11 વર્ષની બાળકીને ગરબામાં બે ઇનામ મળ્યા હતા. (Navratri)જેમાં તેની પાસે એક જ ઇનામ આવ્યું હતુ. જેથી તેની માતાએ આયોજકોને જાણ કરી હતી. (father kidnep)આ દરમિયાન બોલાચાલી થયા બાદ માતા અને બાળકી ઘરે આવી ગયા હતા. (police)પરંતુ રાતે બે વાગ્યાની આસપાસ ગરબાના આયોજકો સહિત કેટલાક લોકોએ બાળકીના પિતાનું અપહરણ કરીને માર મારતાં ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ અંગે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

મહિલાને મારી નાંખવા સુધીની ધમકીઓ આપવામાં આવી

પોરબંદરમાં એક બાળકીએ ગરબામાં ભાગ લીધો હતો અને તેની બે ઈનામો માટે પસંદગી થઈ હતી. માતા રાત્રે દિકરીને ગરબામાંથી લેવા માટે ગઈ હતી. ત્યારે બાળકીએ તેની માતાને કહ્યું હતું કે, મને બે ઈનામ મળ્યાં છે અને એક ઈનામ ઓછું મળ્યું છે. જેથી માતાએ ગરબાના આયોજકો સામે રજૂઆત કરી હતી. ત્યારે આયોજકો સાથે ઈનામને લઈને બોલાચાલી થઈ હતી. મહિલાને મારી નાંખવા સુધીની ધમકીઓ આપવામાં આવી હતી. ત્યાર બાદ માતા અને દીકરી ઘરે આવી ગયાં હતાં. બાળકીના પિતા ઘરની બહાર બેઠા હતાં ત્યારે બે ત્રણ શખ્સો આવ્યા હતાં અને તેમનું અપહરણ કરીને લઈ ગયાં હતાં. તેમને ઢોર માર મારીને ગંભીર ઈજાગ્રસ્ત કર્યા હતાં અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓના નામજોગ તેમજ બેથી ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. 

પોરબંદરમાં ગરબામાં બાળકીને બેમાંથી એક જ ઈનામ મળ્યું,રજૂઆત કરતાં આયોજકોએ પિતાની હત્યા કરી 2 - image


Google NewsGoogle News