Get The App

બરડા ડુંગરનાં ફોરેસ્ટ બીટગાર્ડની ધરપકડ, રિમાન્ડ બાદ જેલહવાલે

- ફરી પોલીસે છાનીછૂપી કાર્યવાહી કરતા તર્ક-વિતર્ક

- મજુરી કામ કરતી એક મહીલાને વનવિભાગના જ ગેસ્ટહાઉસમાં લઈ જઈને ૩-૩ વખત બળાત્કાર ગુજારી તેના વિડીયો અને ફોટો શુટીંગ કર્યું

Updated: Nov 6th, 2020


Google News
Google News
બરડા ડુંગરનાં ફોરેસ્ટ બીટગાર્ડની ધરપકડ, રિમાન્ડ બાદ જેલહવાલે 1 - image


વનતંત્રનાં ગેસ્ટહાઉસમાં શ્રમિક મહિલા પર ત્રણ વખત દુષ્કર્મ ગુજારનાર બીટગાર્ડ અમદાવાદમાં દોઢ મહિનો છૂપાયાનું ખુલ્યું

પોરબંદર, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

પોરબંદર ફોરેસ્ટના બીટગાર્ડ તરીકે કામ કરતા શખ્સે ત્યાં જ મજુરી કામ કરતી એક મહીલાને વનવિભાગના જ ગેસ્ટહાઉસમાં લઈ જઈને ૩-૩ વખત બળાત્કાર ગુજારી તેના વિડીયો અને ફોટો શુટીંગ કરીને કોઈને કહીશ તો તારા પતિ અને બાળકોને પતાવી દઈશ તેવી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાયાના દોઢ મહીના પછી અચાનક જ એ છાનીછૂપીથી આરોપીને પકડીને રિમાન્ડ લઈને જેલહવાલે કરી દીધો છે.

રાણાવાવ વનવિભાગ હેટળની એક બીટમાં મજુરી કામ કરતી મહીલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, રાણાકંડોરણા ગામે રહેતો અને તેમની જ બીટમાં સાથે કામ કરતો સાગર ાહીર નામનો શખ્સ આ મહીલાની એકલતાનો લાભ લઈને છેલ્લા ૩ મહીના દરમિયાન વનવિભાગના જ ગેસ્ટહાઉસમાં બળજબરીથી લઈ જઈને ૩ વખત બળાત્કાર ગુજાર્યો છે અને એટલું જ નહીં પરંતુ તેના વીડીયો ઉતારવાની સાથોસાથ ફોટા પણ પાડયા હતાં અને આ બાબત અંગે કોઈને જાણ કરશે તો પતિ અને બાળકોને મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. આથી અંતે તેને અન્ય મહીલાઓએ સાંત્વના આપીને ફરિયાદ નોંધાવવાની હંમત આપતા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં સાગર આહીર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોરબંદર પોલીસે આ  બનાવમાં અગમ્ય કારણોસર ઢીલીનિતિ દાખવી છે અને આરોપીને તાત્કાલીક પકડવામાં આવ્યો નથી, તેવો આક્ષેપકરીને મહીલાઓએ અને ત્યારબાદ યુવાનોએ પણ આવેદનપત્ર પાઠવીને બબ્બે વખત ઉગ્ર રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, સલામત કહેવાતા ગુજરાત રાજયમાં એક અભણ, એકલી, અબળા પર જુલ્મ ગુજાર્યા બાદ પણ આરોપી સાગર આહીર બેફામપણે કોઈની પણ બીક વિના ફરી રહ્યો છે, તેના ઉપર કોઈ કાર્યવાહી વનવિભાગ દ્વારા કરવામાં આવી નથી. નથી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી એટલું જ નહીં, પરંતુ આંદોલનની પણ ચેતવણી અપાઈ હતી. 

સામન્ય રીતે પોલીસ નાસ્તા ભાગતા આરોપીઓ પણ પકડાય ત્યારે પોતાની કામગીરી પ્રદર્શિત કરે છે, પરંતુ ગંભીર પ્રકારના બળાત્કારના આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને ૩ દિવસના રિમાન્ડ પણ પુરા થયા છે અન ેતેને જેલહવાલે કરી દેવાયો છે, પરંતુ રહસ્યમય રીતે આ બાબત જાહેર કરવામાં આવી નથી. મહત્વની બાબત એ છે કે, આ સક્સ સામે ગુન્હો નોંધાયા બાદ તે અમદાવાદ રોકાયો હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે ત્યાં પણ તપાસ હાથ ધરી હતી.

Tags :