Get The App

ચાણસ્માના સરસાવ ગામમાં ચુડવેલ નામની જીવાતથી રહીશો પરેશાન

- તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઇ નિવેડો નહી આવતાં લોકોમાં રોષ

Updated: Jul 19th, 2022


Google NewsGoogle News
ચાણસ્માના સરસાવ ગામમાં ચુડવેલ નામની જીવાતથી રહીશો પરેશાન 1 - image

ચાણસ્મા,તા.18

ચાણસ્મા તાલુકામાં મેઘરાજાની મહેરબાની બાદ મચ્છર સહિત અન્ય જીવાતોનો ભારે ઉપદ્રવ વધી રહ્યો છ.ે ત્યારે ચાણસ્મા તાલુકાના સરસાવ ગામની અંદર આવેલ રોહિત  વાસની અંદર ચૂડવેલ નામની કહેવાતી જીવતોનો ભારે ઉપદ્રવ વધી રહેતા સ્થાનિક લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છ.ે

 ચાણસ્મા તાલુકાના સરસાવ ગામે આવેલ રોહીત વાસની અંદર ચૂડેલ નામની જીવાત ના કારણે સ્થાનિકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખને રજૂઆત કરાતા પ્રમુખ દ્વારા આરોગ્ય વિભાગમાં જાણ કરીશ તેવી હૈયાધારણા આપી હતી. તેમ છતાં આરોગ્યતંત્રના અધિકારીઓ આજ દિન સુધી આવ્યા ન હોય ચુડવેલ નામની જીવાતો નો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેવું ગામ ના રોહિત વાસના જાગૃત નાગરિકો દ્વારા જણાવ્યું હતું. પ્રમુખને ટેલીફોનિક જાણ કરાતા પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે  મને જાણ થતા મેં આરોગ્યતંત્રમાં જાણ કરી છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર નો ટેલીફોનિક સંપર્ક કરતા તેમને ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું .અત્રે ઉલ્લેખની એ છે કે શું આરોગ્યતંત્ર સરસાવ ગામમાં રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું તેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે


Google NewsGoogle News