Get The App

સીટી પોઈન્ટના ભોંયરામાં છુપાયેલા બે શકમંદો ઝડપવા પોલીસની મોકડ્રિલ

- પાટણ ખાતે પોલીસની મોકડ્રીલ યોજાઈ

- મોકડ્રીલમાં પોલીસે ગોળીબાર કરી બે શકમંદોને ઝડપી લેતા લોકોમાં ઉત્તેજના

Updated: Jul 30th, 2021


Google News
Google News
સીટી પોઈન્ટના ભોંયરામાં છુપાયેલા બે શકમંદો ઝડપવા પોલીસની મોકડ્રિલ 1 - image

પાટણ તા.30

પાટણ પોલીસ દ્વારા આજે યોજાયેલી મોકડ્રીલમાં પાટણનાં હાર્દસમા સીટી પોઇન્ટ કોમ્પલેક્ષમાં શુક્રવારના રોજ બપોરના આશરે ૧૨ કલાકના સુમારે અચાનક પાટણ એસઓજી પોલીસ ટીમ, બી-ડીવીઝન પોલીસ ટીમ સહિત ડોગસ્કવોર્ડ નો કાફલો આવી પહોંચતા લોકોમાં અફડા તફડી સાથે જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ મોકડ્રીલમાં પાટણના સીટી પોઇન્ટ કોમ્પલેક્ષનાં ભોયરામાં કેટલાક શકમંદ ઇસમો ઘાતક હથિયાર સાથે લોકોમાં દહેશત ફેલાવાના હોવાની બાતમીના આધારે પાટણ પોલીસનો કાફ્લો ગાડીઓ સાથે આવી પહોંચતા થોડા સમય માટે સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ સહિત આસપાસની દુકાનો અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ગભરાટની સાથે દોડધામ પહોંચી ગઈ હતી. પાટણ એસઓજી અને બી ડીવીઝન પોલીસે સીટીપોઈન્ટના તમામ વિસ્તારની તપાસ કર્યા બાદ આ બંને શકમંદ ઈસમો કોમ્પલેક્ષના ભોંયતળીયામાં સંતાયેલા નજરે પડતાં હથિયાર સાથે આવેલા આ બંને ઈસમોને પકડવા માટે પોલીસે ગોળીબાર કરતા કોમ્પલેક્ષના વેપારીઓ સહિત આમ નાગરીકોમાં પણ ગોળીબારના અવાજને લઈ ભારે દહેશત જોવા મળી હતી. પોલીસે કરેલ ગોળીબારના અવાજને પગલે સીટીપોઈન્ટની બહાર ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.  ૧૫ મી ઓગસ્ટ  નિમિત્તે જીલ્લા પોલીસવડાની સૂચના અનુસાર આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. 


Tags :