Get The App

પાટણમાં ડૉક્ટર પિતા-પુત્રનો કામલીલા કરતો વીડિયો વાયરલ થયો

- વીડિયો વાયરલ થતા SP-DY.SP પણ દોડતા થયા

Updated: Jun 29th, 2019


Google News
Google News
પાટણમાં ડૉક્ટર પિતા-પુત્રનો કામલીલા કરતો વીડિયો વાયરલ થયો 1 - image

પાટણ, તા. 29 જૂન 2019, શનિવાર

પાટણના સમીમાં ખાનગી ડોક્ટર અને તેના પુત્રનો અસલીલ વિડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. સમીના ડો.મહેન્દ્ર મોદી અને તેમના દીકરા કિશન મોદીનો દવાખાનામાં મહિલા દર્દીઓ સાથે કામલીલા કરતો વીડિયો સામે આવ્યો છે.

આ નરાધમ બાપ-દીકરો મહિલાઓને પ્રલોભન આપી અને તેમની સાથે દુષ્કૃત્ય આચરતા હતા. લોકોને આ અંગે જાણ થતા લોકોએ લંપટ ડોક્ટર મોદી અને તેના દીકરાને માર માર્યો છે અને મહેન્દ્ર મોદીને નિવસ્ત્ર કરી માથના વાળ કાઢી ટકલો કરી નાખ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. સમી પોલીસ હાલ આ બાપ-દીકરાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

અશ્લીલ વીડિયો વાયરલ થતા લોકો ભારે રોષે ભરાયા હતા અને સમી પોલીસ મથકે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ઘટનાના પગલે સમી પોલીસ મથકે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમી પોલીસ તેમજ પાટણ SP, DYSP પોલીસ સ્ટેશન દોડી આવ્યા છે.

આ શરનજનક ઘટનાને પગલે સમીના બજારો લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યુ છે. ઘટનાને પગલે લોકોમાં એક જ સવાલ છે આ ડોક્ટર નથી હવસના પૂજારી છે. સારવારના નામે આવા સેક્સકાંડ ક્યાં સુધી થતા રહેશે? અગાઉ વડોદરામાં પણ આવા ડોક્ટરની કામલીલાની ઘટના સામે આવી હતી. 

Tags :