ચાણસ્મા એસટી ડેપામાં પડેલા ખાડાઓથી મુસાફરો પરેશાન

- છ મહિનાથી પડેલા ખાડાઓને પુરવાની તંત્રને ફુરસદ ન મળતાં લોકોમાં રોષ

Updated: Jul 10th, 2022


Google NewsGoogle News
ચાણસ્મા એસટી ડેપામાં પડેલા ખાડાઓથી મુસાફરો પરેશાન 1 - image

ચાણસ્મા,તા.09

ચાણસ્મા એસટી ડોપામાં છેલ્લા છ મહિનાથી પડેલા ખાડાઓને કારણે બસના ચાલક સહિત મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.આ બાબતે તંત્રને ઇવાર નવાર રજુઆત કરવા છતાં હજુ સુધી કોઇ નિરાકરણ નહી આવતાં લોકોમા ંતંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

ચાણસ્મા એસટી ડેપોની અંદરના ભાગે ડેપોની બહાર છેલ્લા છ માસથી ખાડા પડી ગયા છ.ે ચાણસ્મા ડેપો  કચ્છમાં સૌરાષ્ટ્રમાં મધ્યગુજરાત અમદાવાદ જવા માટે નુ   મહત્ત્વનું પ્રવેશદ્વાર છે .અને આ ડેપોમાં રોજની બસ્સોથી વધારે બસોની  આવન જાવન રહે છે.ચાણસ્મા ડેપો મેનેજર દ્વારા પણ નગરપાલિકાને ડેપો બહાર પડેલા ખાડાઓનું પુરાણ કરવા માટે લેખિત રજુઆતો બેથી ત્રણવાર કરાઈ છે .છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છ.ે ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ જણાવ્યું હતું કે તાજેતરમાં જ ચાણસ્મા શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓનું પુરાણ કરાયું છે .તો પછી ચાણસ્મા ડેપો બહાર પડેલા છેલ્લા છ માસથી આ ખાડાઓ નગરપાલીકાનેનહીં દેખાયો હોય કે શુ તેવો વેધક પ્રશ્ન વાહનચાલકો કરી રહ્યા છે.


Google NewsGoogle News