કારોડા ગામના મોટા ભાગના રસ્તાઓ હજુ કાચા: ગટરના તૂટેલા ઢાંકણા
- ગામના પાદરે ગંદા પાણીનો ભરાવો
- ગામમાં પ્રવેશતાં ભૂગર્ભ ગટરની તૂટેલી કુંડી તો કેટલાક વિસ્તારો રોડ વિના જોવા મળ્યા
ચાણસ્મા તા.27
ચાણસ્મા તાલુકામાં આવેલા કારોડા ગામમાં ભૂગર્ભ ગટર અને
ઉબડખાબડ રસ્તાઓની સમસ્યાથી ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.ગામના પાદરે
વારંવાર ભરાતા ગંદા પાણીથી રોગચાળો ફેલાય તેવી દહેશત ફેલાઈ છે.
ચાણસ્મા તાલુકાના કારોડા ે ગામના પ્રવેશવાના મુખ્ય રસ્તાઓ
બન્યા નથી અને બનેલ રોડ ઉબડખાબડ બની ચુક્યા છે.જ્યારે ભૂગર્ભ ગટર કુંડી ઓ
બનાવવામાં આવે છે જે પૈકી ગામના ગોંદરે આંગણવાડી નજીક કુંડળીનું ઢાંકણું છેલ્લા
એકાદ દોઢ માસથી તૂટેલી હાલતમાં છે.ગામના ચોકમાં પ્રવેશવાના રસ્તા ઉપર એક ભૂગર્ભ ગટર
ની કુંડળી નું ઢાંકણું જાહેર માર્ગ ઉપર અર્ધખૂલ્લી અવસ્થામાં જોવા મળે છે ગામમાં
ભૂગર્ભગટર બનાવવામાં આવી છે પરંતુ તે
ગટરના પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા પણ
કરાઇ નથી જેના કારણે ઘણીવાર ગામના ગોંદરે ગટરનું પાણી ભરાઇ જવાથી આજુબાજુના રહીશોએ
પણ રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરી હતી. આમ કારોડા ગામના મોટાભાગના રસ્તાઓ હજી
કાચા રસ્તા હોવાથી ગ્રામજનોમાં
આક્રોશ જોવા મળે છે.
ગામ લોકો શું કહે છે
લોક ગામના લોકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે છ માસ
પહેલાં જ બનાવવામાં આવેલી ભૂગર્ભગટર કુંડીઓ પણ તૂટી ગઈ છે અને ક્યાંક ભૂગર્ભ ગટરના
ઢાંકણા અડધા ખુલી અવસ્થામાં થઈ ગયા છે તો ગામમાં પ્રવેશતા પ્રજાપતિ અને બારોટ
બસમાં જવાના માર્ગ ઉપર ૧૫ ફૂટનો રોડ સીસીરોડ બનાવીબાકી રાખવામાં આવ્યો છે .
કારોડા સરપંચ શું કહે છે
કારોડા ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્ર બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું જેમ જેમ ગ્રાન્ટો આવી છે તે પ્રમાણે મોટા ભાગના
કામો જેવા કે આરોગ્ય ભૂગર્ભ ગટર પીવાના પાણીની પાઈપલાઈન સીસી રોડ ના કામો પૂર્ણ
કરાયા છે જ્યારે ગામના ગાદરે જે પાણી ભરાય છે તેની નિકાલ કરવાની વ્યવસ્થા ટૂંક
સમયમાં કરી દેવામાં આવશે હાઈવે રોડ હોવાના કારણે ગામનું ચોમાસાનું પાણી બહાર જઈ
શકતું નથી તેવું જણાવી ઉડાઉ જવાબ આપ્યો હતો.