ચાણસ્મા તાલુકા પંચાયતનું બજેટ નામંજુર થતાં પ્રમુખને ઝટકો
- ઉપપ્રમુખ પદ માટે બે ફોર્મ ભરાયા
- બજેટ નામંજૂર થતાં મામલો જિલ્લા વિકાસ અધિકારી પાસે પહોંચ્યો
ચાણસ્મા તા.27 મે 2020, બુધવાર
ચાણસ્મા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના વર્તમાન પ્રમુખ ગેમરભાઇ દેસાઇ વિરૃધ્ધ તાલુકા પંચાયતના કોગ્રેસના અસંતુષ્ટ ભાજપ તથા અપક્ષ સહિત કુલ-૧૧ સભ્યો દ્વારા ફરીથી કુલ-૧૦ સભ્યોની સહીઓ વાળી દરખાસ્ત તાલુકા સદસ્ય કૈલેશભાઇ એચ.પટેલ દ્વારા રજુ કરાતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. પ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત ના.હાઇકોર્ટ દ્વારા મનાઇહુકમના કારણે પેન્ડીંગ છે. પરંતુ આગામી વર્ષ ૨૦૨૦-૨૧નું બઝેટ પણ પસાર કરાવવાનું બાકી હોઇ પ્રમુખ દ્વારા બજેટ પસાર કરાવવાની આશા સાથે બેઠક બોલાવી હતી પરંતુ બજેટ નામંજૂર થયું હતું.
ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રખુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ ઉપપ્રમુખ સરલાબેન સોવનજી ઠાકોર સામે પણ અવિશ્વાસની દરખાસ્ત કુલ-૧૦ સભ્યોની સહી ઓ સાથે દાખલ કરવામાં આવી છે. જે દરખાસ્ત પર મિટીંગ બોલાવવામાં આવેલ તેમજ દરખાસ્ત ૨/૩ મતોથી પસાર પણ થઇ ગયેલ છે. જેથી ખાલી પડેલ ઉપપ્રમુખની બેઠક ભરવા માટે જિલ્લા વિકાસ અધિકારી, પાટણ દ્વારા તાલુકા પંચાયત હોલ, ચાણસ્મા ખાતે મામલતદાર, ચાણસ્માના અધ્યક્ષ્ય સ્થાને તાલુકા પંચાયત ચાણસ્માના સદસ્યોની બેઠક બેલાવવામાં આવેલ છે.
ભાજપ તરફી ઉમેદવાર સાથે ૧૨ સભ્યો હોવાથી આજની માત્ર ઔપચારીકતા ભરી ચુંટણીમાં કોંગ્રેસની સખત હાર સાથે પ્રમુખ ગેમરભાઇ દેસાઇ ને કારોબારી અધ્યક્ષને પદ છોડવું પડેલ ત્યારબાદ વધું એક ઝટકો મળવાની શક્યતા છે. પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત પણ હજુ મોં ફાડી ને ઉભી છે. આમ ડીસેમ્બર ૨૦૨૦માં તા.પં.ની મુદત પુરી થવા જઇ રહી છે. ત્યાં સુધી સંધર્ષ આગળ વધાવાની શક્યતા છે.
પ્રથમ અઢી વર્ષની તાલુકા પંચાયતમાં આવેલ અવિશ્વાસની દરખાસ્તો
-કારોબારી અધ્યક્ષ સામે દરખાસ્ત પસાર થયેલ
- તાલુકા પંચાયત પ્રમુખ સામે દરખાસ્ત બહુમતી થી ઉડી ગયેલ
પ્રથમ અઢી વર્ષની તાલુકા પંચાયતમાં આવેલ અવિશ્વાસની દરખાસ્તો
-કારોબારી અધ્યક્ષ સામે દરખાસ્ત પસાર થયેલ
- તાલુકા પંચાયત પ્રમુખ સામે દરખાસ્ત બહુમતી થી ઉડી ગયેલ
ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં તેમજ બેજટ નામંજુર કરવામાં સમર્થન કરનાર સભ્યો
કૈલેશભાઇ હરીભાઇ પટેલ, ધીરાજી પથુજી ચાવડા, બાબુભાઇ કુબેરદાસ પટેલ, રાજેશ્વરી અરવિંદભાઇ ચાવડા, કેલાસબા ભરતસિંહ સોલંકી, કોકિલાબેન કનૈયાલાલ પટેલ, દિનેશભાઇ મફાભાઇ પ્રજાપતિ, કલાવતીબેન ગોપાળભાઇ ઠાકોર, દિપિકાબેન વિષ્ણુંભાઇ પટેલ, ઇબ્રાહીમભાઇ જીવણખાન સોલંકી, ભાથીજી વેલાજી ઝાલા, જ્યોત્સનાબેન કનુજી ઠાકોર