Get The App

મોઢેરાના સૂર્ય મંદિરે પર્યટકોના ઘોડાપૂરથી ભારે ભીડ જામી

- દિવાળી અને નવા વર્ષ નિમિત્તે

- કોરોના સંક્રમણની સ્થિતિ હળવી બનતાં ત્રણ દિવસના સમયગાળામાં ૧૪ હજારથી વધુ યાત્રાળુ પહોંચ્યા

Updated: Nov 8th, 2021


Google NewsGoogle News
મોઢેરાના સૂર્ય મંદિરે પર્યટકોના ઘોડાપૂરથી ભારે ભીડ જામી 1 - image

ચાણસ્મા,તા.8

દિવાળી અને નવા વર્ષના આરંભે બહુચરાજી તાલુકાના મોઢેરા ગામે આવેલ ઐતિહાસિક સૂર્ય મંદિર નીરખવા માટે પર્યટકો ઉમટી પડયા હતા. હાલ દિવાળી વેકેશનને લઈ પ્રાચીન સ્મારકની મુલાકાતે ખૂબ મોટી સંખ્યામાં પરિવારો બાળકો લઈને આવતા ભારે ભીડ જામી રહી છે. 

શિલ્પ-સ્થાપત્ય કલાને લઈ જગ મશહૂર બનેલુ મોઢેરાનું સૂર્યમંદિર દિન-પ્રતિદિન પ્રવાસીઓમાં વધારે આકર્ષણ જમાવી રહ્યું છે. એક સમયે ગણ્યા ગાંઠયા પ્રવાસીઓ આવતા હતા. પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો મળતાં એક જ પ્રવાસન સર્કીટમાં આ બંને હેરિટેજ સ્મારકો આવતાં હોઈ દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એમાંય દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર વધારો થયો છે. ગત દિવાળી વેકેશનમાં કોરોનાના કારણે સૂર્યમંદિર પ્રવાસીઓ માટે બંધ હતું પરંતુ આ વર્ષે કોરોના હળવો થતાં પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેને લઈ મોટી સંખ્યામાં પર્યટકો પ્રાચીન સૂર્ય મંદિર જોવા ઉમટી પડે છે. સ્થાનિક સૂર્યમંદિરના સૂત્રો મુજબ તા.૪ નવેમ્બરે ૧૭૦૦, તા.૫ નવેમ્બરના રોજ ૬૦૦૦ તેમજ તા.૬ નવેમ્બરના રોજ ૬૬૦૦ જેટલા પ્રવાસીઓએ સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી.


Google NewsGoogle News