રાધનપુરના ગોતરકા ગામેથી 71 હજારનો વિદેશીદારૃ ઝડપાયો
- પંથકમાં દારૃની હેરાફેરીને પગલે
- વિદેશી દારૃની 714 અને બિયરના 90 ટીન મળી 804 બોટલ જપ્ત કરી
રાધનપુર,તા.૩૧
પાટણ જિલ્લાના
રાધનપુર તાલુકાના ગોતરકા ગામના ઈસમ દ્વારા વેચાણ કરવા માટે વિદેશી દારૃ પોતાના
ઘરની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં સંતાડેલ હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે
રાત્રે રેડ કરી અલગ અલગ કંપનીની વિદેશી દારૃની બોટલો અને બીયરના ટીન ઝડપી પાડયા
હતા.
રાધનપુર પોલીસ સ્ટાફ ૩૦ મી ઓક્ટોબરના રાત્રે
પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ ચોક્કસ બાતમી આધારે તાલુકાના ગોતરકા ગામના ભોજાભાઇ
અરજણભાઈ આહીર ના કબજા ભોગવટા ના મકાનમાં પોલીસે રેડ કરી હતી. મકાનના પાછળના ભાગે
આવેલ ખુલ્લી જગ્યામાં વિલાયતી નળીયા નો ઢગલો પડેલો હતો જેને હટાવી પોલીસે તપાસ
કરતા તેની નીચેથી અલગ અલગ કંપનીની કાગળના પુઠાની વિદેશી દારૃની પેટીઓ પડેલી પોલીસને મળી આવી હતી. પોલીસે
ઝીણવટભરી તપાસ કરતા ૧૮૦ મિલીની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની ૭૧૪ બોટલો તેમજ
૫૦૦ મીલીના બીયરના ટીન ૯૦ મળી કુલ ૮૦૪ દારૃ બિયરની બોટલો કિંમત રૃપિયા ૭૧,૪૯૦
નો પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.