પાનમ ડેમના ત્રણ ગેટ પાંચ ફુટ ખોલી 21.37 ક્યુસેક પાણી છોડાયું
શહેરા તા.1 ઓક્ટાેમ્બર 2019 મંગળવાર
શહેરાના પાનમ ડેમમાં પાણીની આવકને લઇને ડેમના ત્રણ ગેટ પાંચ ફૂટ સુધી ખોલીને 21,379 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.
મેઘરાજાએ સતત બેટિંગ ચાલુ રાખતા જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. ત્યારે દાહોદ જિલ્લામાં તેમજ મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદને લઇને ફરી પંચમહાલ જિલ્લાના શહેરા- તાલુકામાં આવેલા પાનમ ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ હતી, જેમાં મંગળવારે સવારે પાનમ ડેમમાં ૧૯ હજાર ક્યુસેક ઉપરાંત પાણીની આવક થઇ હતી, ે પાનમ ડેમ હાલની સપાટી127.40 મીટરે પહોંચી હતી.
જ્યારે ડેમની ભયજનક સપાટી 127,41 મીટર છે, પાનમ ડેમ વિભાગ દ્વારા પાનમ જળાશયનું 127. 40 મીટરનું લ લેવલ જાળવવા માટે આજે પાનમ ડેમના ત્રણ દરવાજા પાંચ ફુટ સુધી ખોલી 21,379 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું. પાનમ ડેમ હાલ સંપૂર્ણ ભરાયો છે, જેને લઇને આગામી સમયમાં ઉભા થનારા જળસંકટને પહોંચી વળાશે.