કમોસમી વરસાદની આવક થતાં પાનમ ડેમનો એક દરવાજો એક ફુટ સુધી ખોલાયો
-પાનમ નદીમાં ડેમનો એક દરવાજો ખોલી 1401 કયુસેક પાણી છોડાયું
શહેરા તા.7 નવેમ્બર 2019 ગુરૂવાર
શહેરાના પાનમ ડેમ કમોસમી વરસાદને લઈ પાણીની આવક થતાં ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલી 1401 પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતુ.
પંચમહાલ જિલ્લામાં હાલ વરસી રહેલા કમોસમી વરસાદને લઈ પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશયમાં પાણીની આવક 612 ક્યુસેક થતા ડેમ નો એક દરવાજો એક ફૂટ સુધી ખોલી પાનમ નદીમાં 1401 પાણી છોડાયું હતું.
પાનમ જળાશય ની ભયજનક સપાટી 127.41 મીટર અને હાલ ની સપાટી પણ 127.41મીટર હોવાથી ડેમ સંપૂર્ણ ભરાયેલો હોવાથી ગુરુવારના રોજ મધ્યરાત્રીથી વરસાદ શરૃ થયો હોવાથી ડેમમાં પાણીની આવકને લઈ ડેમમાંથી 1401 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવાની ફરજ પડી હતી.