Get The App

પંચમહાલની હાલોલ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ, દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત

દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે આઠ લોકો દટાયા હતા

ઈજાગ્રસ્ત થયેલ 2 મહિલા સહિત ચાર લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

Updated: Jun 29th, 2023


Google NewsGoogle News
પંચમહાલની હાલોલ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ, દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત 1 - image



ગોધરાઃ ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં છે તો કેટલીક જગ્યાએ દિવાલ ધરાશાયી થવાના બનાવો પણ સામે આવી રહ્યાં છે. ત્યારે પંચમહાલ જિલ્લાની હાલોલ GIDCમાં મોટી દુર્ગટના સર્જાઈ છે. જેમાં ચાર બાળકો મોતન ભેટ્યાં  છે. જ્યારે 2 મહિલા સહિત ચાર લોકોને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. 

દુર્ઘટનામાં 4 બાળકોના કરૂણ મોત

પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ GIDCમાં આવેલ એક કંપનીની દિવાલ ધરાશાયી થતાં કાટમાળની નીચે 8 લોકો દટાયા હતા. મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં 4 બાળકોના કરૂણ મોત નીપજ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે 2 મહિલા સહિત 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

2 મહિલા સહિત અન્ય લોકોને હોસ્પિટલમાં ખસેડાયા

આ બનાવની જાણ થતાંની સાથે જ હાલોલ પોલીસની ટીમ પણ જીઆઈડીસી ખાતે દોડી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શ્રમિકો મધ્યપ્રદેશથી હાલોલ કામ કરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ 2 મહિલા સહિત અન્ય લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. 


Google NewsGoogle News