એપલના 100થી વધુ તેલુગુ કર્મચારીઓએ એક સાથે આપ્યું રાજીનામું, કારણ જાણીને ચોંકી જશો!
Telugu Employees Lost Jobs At Apple For CSR Scam: વિશ્વની ટોચની ટેક્નોલોજી અમેરિકન કંપની એપલમાં કામ કરતાં 100થી વધુ તેલુગુ કર્મચારીઓ અચાનક જ એક સાથે નોકરીમાંથી છૂટા થયા છે. અમેરિકાના ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કર્મચારીઓ પર કંપની સાથે ફ્રોડ અને ટેક્સ ચોરી કર્યો હોવાનો આરોપ મૂકાતાં એપલે કર્મચારીઓને રાજીનામું આપવા અથવા છટણીનો ભોગ બનવાનો આદેશ આપ્યો હતો.
એપલના સીએસઆર પ્રોગ્રામ સાથે છેતરપિંડી
અમેરિકામાં સંચાલિત અમુક તેલુગુ એનજીઓએ એપલમાં કામ કરતાં તેલુગુ કર્મચારીઓને પોતાના ઓર્ગેનાઈઝેશનમાં ફંડ આપવા લાલચ આપી હતી. એપલમાં કાર્યરત તેલુગુ કર્મચારીઓએ એપલના સીએસઆર પ્રોગ્રામ એપલ મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામ હેઠળ આ એનજીઓને ફંડિંગ આપ્યું હતું. જેમાં એનજીઓને ફંડ મળતાંની સાથે જ તેલુગુ કર્મચારીઓનો દાનનો હિસ્સો એનજીઓ દ્વારા જ પરત તેમના ખાતામાં જમા કરવામાં આવતો હતો.
આ રીતે થયો ખુલાસો
એપલના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટને આ પ્રોગ્રામ હેઠળ અમુક ગેરરીતિઓ અને છેતરપિંડી થઈ રહી હોવાનો અણસાર થતાં તેમણે અમેરિકાની ઈન્ટરનલ રેવન્યુ સર્વિસ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. જેમાં આઈઆરએસને તપાસમાં જાણવા મળ્યું છે કે, આ તેલુગુ એસોસિએશન એપલના સીએસઆર રેગ્યુલેશન્સ સાથે છેતરપિંડી કરી કંપનીના તેલુગુ કર્મચારીઓની મદદથી ગેરકાયદે ફંડ મેળવી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમેરિકાના સંસદમાં 6 ભારતીય મૂળના સાંસદોએ લીધા શપથ, 'સમોસા કોકસ'ની ચર્ચા થવા લાગી
શું છે આ પ્રોગ્રામ
એપલ અમેરિકામાં સીએસઆર (કોર્પોરેટ-સામાજિક જવાબદારીઓ)ના ભાગરૂપે એપલ મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામ ચલાવે છે. આ પ્રોગ્રામ હેઠળ ડોનેશન અને ચેરિટી સંબંધિત કામ થાય છે, જેમાં કર્મચારીઓ પણ ભાગ લે છે અને તેઓ પણ આ પ્રોગ્રામ હેઠળ ફંડ એકઠુ કરવામાં ફાળો (દાન) આપે છે.
તમામ તેલુગુ કર્મચારીઓને નોટિસ
આઈઆરએસની તપાસમાં આરોપની જાણ થતાં એપલે તેલુગુ કર્મચારીઓને નોટિસ પાઠવી તમામ કર્મચારીઓને રાજીનામું આપી દેવા કહ્યું હતું. જો એવું ના કરે તો તમામ સામે કાર્યવાહી કરીને છટણી કરવાની ચીમકી અપાઈ હતી. પરિણામે કંપનીમાં એન્ટ્રી લેવલથી સિનિયર મેનેજર, એક્ઝિક્યુટિવની ટોચની પોસ્ટ પર કાર્યરત આશરે 185 તેલુગુ કર્મચારીએ રાજીનામું આપી દીધું હતું.