અમેરિકા ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, અમદાવાદ સહિત 8 શહેરોમાં US એમ્બેસીનો એજ્યુકેશન ફેર

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
અમેરિકા ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, અમદાવાદ સહિત 8 શહેરોમાં US એમ્બેસીનો એજ્યુકેશન ફેર 1 - image


EducationUSA Fair: વિશ્વની મહાસત્તા ગણાતાં અમેરિકામાં જઈ અભ્યાસ કરવાનું લગભગ મોટાભાગના ભારતીયોનું સપનું છે. અમેરિકા પણ ટેલેન્ટને પોતાના દેશમાં વિશાળ તકો આપી રહી હોવાનો દાવો કરતાં વિદ્યાર્થીઓને આકર્ષવા નવીન પહેલો હાથ ધરી રહી છે. ભારતની USA એમ્બેસી ભારત સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવતાં મોટો એજ્યુકેશન ફેર 2024 યોજવા જઈ રહી છે.

યુએસ એમ્બેસીના એમ્બેસેડર એરિક ગારસેટીએ ઓગસ્ટમાં ભારતના વિવિધ શહેરોમાં એજ્યુકેશનયુએસએ ‘સ્ટડી ઈન ધ યુએસ’ યુનિવર્સિટી ફેર 24નું આયોજન કરી રહ્યું હોવાની જાહેરાત કરી છે. જેમાં ભારતના લાખો વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસ અંગેનું માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે, તેમજ ત્યાં રહેલી તકો અને લાઈફસ્ટાઈલ વિશે માહિતી આપવામાં આવશે.

અમદાવાદમાં 21 ઓગસ્ટે એજ્યુકેશન ફેરનું આયોજન

અમદાવાદમાં આ એજ્યુકેશન ફેર વસ્ત્રાપુર સ્થિત હોટલ હયાત ખાતે 21 ઓગસ્ટે યોજાશે. જેમાં બે સ્લોટમાં સમય ફાળવવામાં આવ્યો છે. સાંજે 6થી 7.30 અને 7.30થી 9 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ મુલાકાત લઈ શકશે. આ ફેરમાં ભાગ લેતાં પહેલાં વિદ્યાર્થીઓએ અહીં આપેલ લિંક પર રજિસ્ટ્રેશન ફરિજ્યાતપણે કરાવવાનું રહેશે. આ સિવાય હૈદરાબાદમાં 16 ઓગસ્ટે, ચેન્નઈમાં 17 ઓગસ્ટે, બેંગ્લુરૂમાં 18 ઓગસ્ટે, કોલકાતામાં 19 ઓગસ્ટે, પુણેમાં 22 ઓગસ્ટે, મુંબઈમાં 24 ઓગસ્ટે અને નવી દિલ્હીમાં 25 ઓગસ્ટે આ ફેરનું આયોજન થશે. 

આ વિષયોના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક

ભારતમાં આઠ શહેરોમાં આવેલી યુએસએ એમ્બેસીમાં જુદા-જુદા દિવસે આ એજ્યુકેશન ફેરનું આયોજન થશે. જેમાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ અને બિઝનેસ સેગમેન્ટમાં કારકિર્દી ઘડવા માગતાં વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન મળશે.

આ પણ વાંચોઃ H-1B વિઝા હોલ્ડરના સ્પાઉસ વર્ક પરમિટને લાયક, અમેરિકન કોર્ટના ચુકાદાથી સૌથી વધુ લાભ ભારતીયોને

અમેરિકાની 80 યુનિવર્સિટી ભારતની મુલાકાતે

ભારતની યુએસએ એમ્બેસી દ્વારા આયોજિત આ ફેરમાં 80થી વધુ યુનિવર્સિટી અને કોલેજો ભાગ લેવાની છે. જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, અભ્યાસક્રમ, લાઈફસ્ટાઈલ, રોજગારની તકો વિશે માહિતી પૂરી પાડશે. તેમજ વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયા અને વિઝા પ્રક્રિયા વિશે પણ જણાવશે.

અમેરિકા ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, અમદાવાદ સહિત 8 શહેરોમાં US એમ્બેસીનો એજ્યુકેશન ફેર 2 - image


Google NewsGoogle News