Get The App

અમેરિકામાં વસતાં ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પના શપથગ્રહણ પહેલા વિદેશી વિદ્યાર્થીઓને લઈને નવો આદેશ જાહેર

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં વસતાં ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પના શપથગ્રહણ પહેલા વિદેશી વિદ્યાર્થીઓને લઈને નવો આદેશ જાહેર 1 - image


Indian Students in US: અમેરિકાની યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને 20 જાન્યુઆરી પહેલા શિયાળાના વેકેશન પરથી અમેરિકા પરત ફરવાની સલાહ આપી છે. આ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. કારણ કે, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરતા વિદેશી નાગરિકોનો દેશનિકાલ કરી શકે છે. જો કે, કાયદેસર અમેરિકામાં વસતા નાગરિકો-વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં થાય.

ટ્રમ્પે પહેલા જ કર્યું છે એલાન

મૈસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT) સહિત અન્ય વિશ્વવિદ્યાલયોને આ સલાહ ટ્રમ્પ તંત્ર તરફથી ગેરકાયદેસર અપ્રવાસીઓના મોટા પ્રમાણમાં દેશનિકાલની ચર્ચાના કારણે સામે આવી છે. એક અંદાજ મુજબ, દેશમાં એક કરોડથી વધુ ગેરકાયદેસર અપ્રવાસી છે.

ભારતીયોને સૌથી વધુ નુકસાન

ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેન્જ પર ઓપન ડોર્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકામાં 11 લાખ ઈન્ટરનેશનલ વિદ્યાર્થી છે. જેમાં 3,30,000ની સાથે સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. હાયર એન્ડ ઇમિગ્રેશન પોર્ટલનો અંદાજ છે કે વર્તમાનમાં 4,00,000થી વધુ એવા વિદ્યાર્થી હાલમાં અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, જે વગર યોગ્ય દસ્તાવેજથી અહીં વસી રહ્યા છે.

કાયદેસર વિઝા વાળાને તકલીફ નહીં

MIT તરફથી કહેવામાં આવ્યું છે કે, જેમની પાસે કાયદેસર F વિઝા છે, તેમના ટ્રમ્પ તંત્ર દ્વારા કોઈપણ વિઝા પ્રતિબંધથી થવાની સંભાવના નથી. સાથે જ વગર દસ્તાવેજ વાળા વિદ્યાર્થીઓના વિદેશ પ્રવાસની સંભાવના નથી.

2017ના ટ્રમ્પ તંત્રના અનુભવને જોતા આ સતર્કતા દાખવવાની સલાહ આપવામાં આવી રહી છે. ટ્રમ્પ તંત્રએ 27 જાન્યુઆરી 2017ના રોજ એક કાર્યકારી આદેશ જાહેર કરીને સાત બહુસંખ્યક મુસ્લિમ દેશોના અપ્રવાસીઓ અને બીન-અપ્રવાસીઓ મુસાફરોનો 90 દિવસ માટે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો હતો.


Google NewsGoogle News