સ્કોલરશિપ સાથે અમેરિકામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, સ્ટેટ ડિપાર્ટમેન્ટે મૂક્યો પ્રતિબંધ
USA Banned Scholarships Funding: અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ફૂલબ્રાઈટ અને અન્ય સ્કોલરશિપ માટે ફંડિંગ પર રોક મૂકતાં અમેરિકામાં અભ્યાસ કરતાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અનિશ્ચિતતામાં મુકાયા છે. જેના કારણે તેમના પર ખર્ચનો બોજો વધી શકે છે. અમેરિકાએ નાણાકીય સહાય છીનવી લેતાં મર્યાદિત સાધનો ધરાવતો ઘણાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થવાની ભીતિ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
શું છે ફૂલબ્રાઈટ સ્કોલરશિપ
ફૂલબ્રાઈટ સ્કોલરશિપમાં વિદ્યાર્થીને અમેરિકામાં ગ્રેજ્યુએટ, ડોક્ટરેટ કે માસ્ટર્સનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં તેમના અભ્યાસથી માંડી રહેવા-ખાવા-પીવાના તમામ ખર્ચાઓ આવરી લેવામાં આવે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ એક સ્વપ્ન સમાન છે. પરંતુ હવે તેના પર રોક મૂકાતાં મુશ્કેલીઓ વધી છે.
આ પણ વાંચોઃ અમેરિકન કંપનીએ ભારતમાં કરી મોટી છટણી, એક ઝાટકે 180 કર્મચારીને બહારનો રસ્તો બતાવ્યો
આ વિદ્યાર્થીઓને થશે અસર
નિષ્ણાતોના મતે, અમેરિકામાં અભ્યાસ અર્થે મળતી સ્કોલરશિપ્સ મેળવવામાં ભારતીય વિદ્યાર્થીઓ અવ્વલ છે. જેના પર પ્રતિબંધની સૌથી વધુ અસર નોન-STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત), નોન-MBA ક્ષેત્રોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પર થશે. વિદ્યાર્થીઓ પર લોનનું પ્રેશર વધશે. તેમજ ખાવા-પીવાના ખર્ચાનો બોજો પણ વધશે. કારણકે, સ્કોલરશિપ લઈને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ મળતુ હોવાથી તેમણે અત્યારસુધી અમેરિકામાં અભ્યાસના ખર્ચાઓ મુદ્દે કોઈ મેનેજમેન્ટ કર્યુ નથી.
નવા વિદ્યાર્થીઓ પર મુશ્કેલીઓ વધશે
અમેરિકામાં પીએચડી, માસ્ટર્સ, કે રિસર્ચ ક્ષેત્રે અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ફૂલબ્રાઈટ સહિતની સ્કોલરશિપ્સ હાલપૂરતી બંધ કરાતાં અભ્યાસના ખર્ચનો બોજો વધશે. જેથી આ સ્કોલરશિપ માટે તૈયારી કરી રહેવા વિદ્યાર્થીઓ પર મુશ્કેલીના વાદળો છવાયા છે.