Get The App

H-1B વિઝામાં પાંચ મોટા ફેરફાર: અમેરિકામાં નોકરીનું સપનું જોતાં લોકોને મળશે લાભ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
H-1B વિઝામાં પાંચ મોટા ફેરફાર: અમેરિકામાં નોકરીનું સપનું જોતાં લોકોને મળશે લાભ 1 - image


H-1B Visa News: એચ-1બી વિઝા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનો ‘ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યોરિટી’ આ પ્રોગ્રામના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. નવા ફેરફાર 17 જાન્યુઆરીથી લાગુ થશે. ‘એચ-1બી મોર્ડેનાઇઝેશન ફાઇનલ રૂલ’ના નામથી થનારા ફેરફારથી અમેરિકામાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સની નિમણૂક સરળ બનશે. 

આ ફેરફારોના કારણે કંપનીઓ સરળતા અને ઝડપથી પોતાની જરૂરિયાત અનુસાર, વિદેશી સ્કિલ્ડ પ્રોફેશનલ્સની નિમણૂક કરી શકશે. તેમજ વિઝા પ્રક્રિયા સરળ બનશે. એચ-1બી વિઝા પ્રોગ્રામથી અમેરિકી કંપનીઓ સ્પેશિયલાઇઝ્ડ ફિલ્ડમાં વિદેશી કમર્ચારીઓને નોકરી સાથે વિઝા સ્પોન્સર કરે છે. નવા નિયમો બાદ એચ-1બી વિઝા માટે અરજી કરતી કંપનીઓએ હવે ફોર્મ I-129નો ઉપયોગ કરવો પડશે.

આ પણ વાંચોઃ CTET December Result: CBSEએ CTETના રિઝલ્ટ જાહેર કર્યા, ctet.nic.in પર જોઈ શકશો

H-1B પ્રોગ્રામમાં આ મોટા ફેરફારો થશે

  • વિઝા માટે અરજી કરતી વખતે સાબિત કરવું પડશે કે વિદેશી કામદારને જે નોકરી માટે રાખવામાં આવી રહ્યો છે, તેના માટે તેની પાસે જરૂરી ડિગ્રી છે. એનજીઓ અને સરકારી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ્સને H-1B વિઝાની વાર્ષિક મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે. તેના માટે યોગ્યતાના માપદંડ પણ અપડેટ કરવામાં આવ્યા છે.
  • વિઝા પ્રોગ્રામમાં ફેરફારનો સૌથી મોટો ફાયદો ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓને મળશે. એફ-1 વિઝા પર અભ્યાસ કરવા આવતાં વિદ્યાર્થીઓને હવે વિઝા મેળવવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં.
  • જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ H-1B વિઝા મેળવ્યો હોય અને તે તેને ઝડપથી રિન્યુ કરાવી શકશે. USCIS તેની અરજીને ઝડપથી મંજૂર કરશે.
  • નવા નિયમો હેઠળ, કંપનીઓએ એચ-1બી વિઝાના તમામ રેગ્યુલેશન્સનું પાલન કરવું પડશે. જેની USCIS દ્વારા તપાસ થઈ શકે છે.

દર વર્ષે 65 હજાર એચ-1બી વિઝા મંજૂર કરે છે અમેરિકા

અમેરિકામાં દર વર્ષે માત્ર 65 હજાર H-1B વિઝા આપવામાં આવે છે. આ સિવાય અમેરિકન સંસ્થાઓમાંથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે 20 હજાર વિઝા ઉપલબ્ધ છે. H-1B વિઝામાં આ ફેરફારો એવા સમયે કરવામાં આવી રહ્યા છે જ્યારે તેને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોનું કહેવું છે કે આ પ્રોગ્રામ બંધ કરી દેવો જોઈએ કારણ કે તેનાથી અમેરિકન્સની નોકરીઓ છીનવાઈ રહી છે અને પગારમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે. જ્યારે ટ્રમ્પ એચ-1બી વિઝા પોલિસીને સરળ બનાવવા માગે છે.

H-1B વિઝામાં પાંચ મોટા ફેરફાર: અમેરિકામાં નોકરીનું સપનું જોતાં લોકોને મળશે લાભ 2 - image


Google NewsGoogle News