H-1B વિઝામાં મોટા ફેરફાર: અમેરિકામાં નોકરી મેળવવામાં ભારતીયોને થશે ફાયદો
US H1B Visa Policy: H-1B વિઝા અમેરિકામાં નોકરીદાતાઓને વિશેષ વ્યવસાયમાં વિદેશી કર્મચારીઓને અસ્થાયી રૂપે નિયુક્ત કરવાની મંજૂરી આપે છે. આ વિઝા માટે વધારે જ્ઞાનની જરૂર હોય છે. ભારતીય વ્યવસાયિકોની તેમાં પ્રમુખ ભાગીદારી છે. 2023માં 3,86,000 H-1B વિઝામાંથી 72.3 ટકા ભારતીયોને આ વિઝા આપવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગે H-1B વિઝા કાર્યક્રમમાં બદલાવની જાહેરાત કરી હતી, જે 17 જાન્યુઆરી 2025 એટલે કે આજથી અમલમાં આવી ગયા છે. આ બદલાવનો હેતુ કાર્યક્રમની કાર્યક્ષમતા વધારવા, પારદર્શિતા લાવવા અને દુરૂપયોગથી બચાવવાનો છે.
H-1B વિઝા કાર્યક્રમમાં શું સુધારો થશે?
- હવેથી ડિગ્રી અને નોકરીની વચ્ચે એક યોગ્ય સંબંધ હોવો જોઈએ. આ સંશોધનથી વિઝા આવેદન પ્રક્રિયાને સાફ-સુથરી અને વધારે લવચીક બનાવશે.
- અમેરિકામાં F-1 વિઝા પર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે H-1B વિઝામાં ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ થઈ જાય છે. હજુ સુધી જેની H-1B અરજી લંબિત છે, તેમના F-1 વિઝા જાતે જ પહેલી એપ્રિલ સુધી વધી જશે.
- બિન-લાભકારી અને સરકારી રિસર્ચ સંસ્થાઓ પણ H-1B વિઝા કેપ અંતર્ગત છૂટ માટે યોગ્ય માનવામાં આવશે, ભલે જ તેમનું મુખ્ય ધ્યાન રિસર્ચ પર ન હોય તેમ છતાં છૂટનો લાભ મેળવી શકે છે. આ રિસર્ચ સાથે સંકળાયેલા ક્ષેત્રમાં ભારતીય રિસર્ચર્સ માટે એક મહત્ત્વપૂર્ણ બદલાવ છે.
કાર્યક્રમની અખંડતાને મજબૂત કરવી
નોકરીદાતાઓએ પ્રમાણિત કરવું આવશ્યક છે કે, વિઝાધારક માટે કાયદેસર 'વિશેષ વ્યવસાય' નોકરી ઉપલબ્ધ છે. DHS કાર્યની પ્રામાણિકતા ચકાસવા માટે દસ્તાવેજોની વિનંતી કરી શકે છે, જેથી પ્રક્રિયાની પારદર્શિતા અને અખંડિતતા સુનિશ્ચિત થાય.
ભારતીય વ્યાવસાયિકો માટે શું છે ખાસ?
આ સુધારો ભારતીય વ્યવસાયિકો માટે ઘણી સંભાવના ખોલે છે. ભારતીયોની ઉચ્ચ ભાગીદારીના કારણે, આ બદલાવ તેના માટે વધારે લાભદાયી હોય શકે છે. ખાસ કરીને ટેક્નિકલ અને રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં. F-1 વિઝાથી H-1B માં પરિવર્તનની પ્રક્રિયા સરળ હોવાથી ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
આ પણ વાંચોઃ હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વિરામ : બાયડેન તંત્ર પણ નવનિર્વાચિત પ્રમુખ ટ્રમ્પની ટીમને યશ આપે છે
H-1B વિઝા કાર્યક્રમથી થનારા સંભવિત લાભ
- પારદર્શી પ્રક્રિયાઃ નોકરીદાતા અને લાભાર્થી બંને માટે વધારે સ્પષ્ટતા અને પારદર્શિતા.
- લવચીકતાઃ કેપ-એક્ઝેમ્પ્શન નિયમોમાં સુધારો કરીને સંશોધન ક્ષેત્રોમાં વધુ તકો.
- પ્રભાવી ટ્રાન્ઝિશનઃ વિદ્યાર્થીઓ માટે F-1 થી H-1Bમાં સરળતાથી પરિવર્તન.
અમેરિકન કંપનીઓ માટે ફાયદાકારક
H-1B વિઝા કાર્યક્રમમાં આ બદલાવ 2025થી ન ફક્ત અમેરિકન કંપનીઓ માટે પ્રતિભા આકર્ષિત કરવામાં મદદ કરશે, પરંતુ ભારતીય વ્યવસાયિકો માટે પણ નવી તકનો માર્ગ ખોલશે. પારદર્શિતા, કાર્યક્ષમતા અને સુરક્ષા પર ભાર મૂકતાં આ સુધારા ભારતીય ટેક્નિકલ ઉદ્યોગસાહસિકો માટે એક સકારાત્મક પગલું સાબિત થશે.