Get The App

અમેરિકાના વિઝા ધરાવતા લોકોને પણ ઝટકો: સરકારે વિઝા રિન્યૂ કરવાના નિયમોમાં કર્યો મોટો બદલાવ

Updated: Feb 15th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકાના વિઝા ધરાવતા લોકોને પણ ઝટકો: સરકારે વિઝા રિન્યૂ કરવાના નિયમોમાં કર્યો મોટો બદલાવ 1 - image


US Visa Interview: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી જ અનેક મોટા-મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાંથી હવે એક નવો નિયમ વિઝાને લઈને પણ લેવાયો છે. જે હેઠળ જે ભારતીયોને પહેલાં ઇન્ટરવ્યુ વિના સરળતાથી અમેરિકાના વિઝા મળી જતાં તેવા લોકો માટે હવે માઠાં સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ 'વિઝા ઇન્ટરવ્યુ વેવર' એટલે વિઝા ઇન્ટરવ્યુમાં છૂટ માટે યોગ્યતાના માપદંડમાં મોટો ફેરફાર કર્યો છે. 'વિઝા ઇન્ટરવ્યુ વેવર'એ 'ડ્રોપબોક્સ' સુવિધા રૂપે પણ ઓળખાય છે, જેના માટેના નિયમ હવે કડક કરી દેવાયા છે. નવા નિયમ અત્યારથી જ લાગુ કરી દેવાયા છે જેની અસર H1B અને B1/B2 વિઝા હોલ્ડર્સ સહિત અનેક લોકોને થશે. 

કોણ કરી શકશે ડ્રોપબોક્સનો ઉપયોગ?

હવે ફક્ત એવા લોકોને જ ડ્રોપબોક્સનો ઉપયોગ કરવાની તક મળશે, જેના વિઝા ગત 12 મહિનામાં એક્સપાયર થયા છે અને તે પહેલાંની જ કેટેગરીમાં વિઝા રિન્યુ કરાવવા ઇચ્છે છે. નોંધનીય છે કે, પહેલાં આ સીમા 48 મહિના હતી.

આ પણ વાંચોઃ મેં ઈલોન મસ્કના 13માં બાળકને જન્મ આપ્યો: મહિલા ઈનફ્લુએન્સરનો સોશિયલ મીડિયામાં દાવો

નવા નિયમની કોને થશે અસર? 

વિઝાના આ નવા નિયમની સૌથી વધુ અસર ભારતીય H1B વિઝા હોલ્ડર્સ પર થશે. આ સિવાય અમેરિકામાં ફરવા અથવા બિઝનેસ માટે અવર-જવર કરનાર B1/B2 વિઝા હોલ્ડર્સ પણ આ નવા નિયમથી પ્રભાવિત થશે. કોવિડના સમયે આ લોકોને નિયમોમાં ઢીલના કારણે ઘણો ફાયદો થયો હતો.

નોંધનીય છે કે, આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ, ધ નેશનલ લૉ રિવ્યુ અનુસાર વિઝા ઍપ્લિકેશન સેન્ટર (VAC) નવા નિયમ લાગુ કરવા લાગ્યા છે અને જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે, તેમને પરત મોકલી દેવામાં આવશે. 

આ પણ વાંચોઃ અમેરિકામાં હવે ટ્રાન્સજેન્ડર સૈન્યમાં ભરતી નહીં થઈ શકે, US આર્મીએ તાત્કાલિક અસરથી રોક લગાવી

કેવા પ્રકારનો બદલાવ જોવા મળ્યો? 

પહેલાં જે લોકોને વિઝા ગત 48 મહિનામાં ખતમ થયા હતા, તે ડ્રોપબોક્સમાં પ્રક્રિયા દ્વારા પોતાના વિઝા રિન્યુ કરાવી શકતા હતા તે ડ્રોપબોક્સમાં પ્રક્રિયા દ્વારા પોતાના વિઝા રિન્યુ કરાવી શકતા હતા. 2022માં લાગુ કરવામાં આવેલી આ નીતિ અમેરિકાના દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સમાં લાંબા સમયની રાહ જોયા બાદ સમયને ઓછો કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી પહેલાં 12 મહિનાનો નિયમ ફરી લાગુ કરવાનો અર્થ છે કે, હવે ફક્ત એવા જ લોકો ડ્રોપબોક્સ માટે અરજી કરી શકે છે, જેના વિઝા ગત એક વર્ષની અંદર ખતમ થયા છે. 

કઈ વાતોનું ધ્યાન રાખવું?

અરજદારો હવે ડ્રોપબોક્સમાં એપોઇન્ટમેન્ટ લેતાં પહેલાં યોગ્યતાનો માપદંડ તપાસી લેવું જોઈએ. જેના વિઝા 12 મહિના પહેલાં ખતમ થઈ ગયા છે, તેમને ઇન્ટરવ્યુ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ઇન્ટરવ્યુ સ્લૉટની વધારે માંગને જોતાં, અરજદારોને લાંબા પ્રોસેસિંગ સમય માટે પણ તૈયાર રહેવું જોઈએ. H1B વિઝા હોલ્ડર્સ યાત્રામાં કોઈપણ પ્રકારે રુકાવટથી બચવા માટે એક્સટેન્શન માટે પ્રીમિયમ પ્રોસેસિંગનો વિકલ્પ પસંદ કરી શકે છે. 


Tags :