Get The App

શિકાગોમાં બે ભારતીય મૂળના બિઝનેસમેનનું 8300 કરોડનું કૌભાંડ, સાડા સાત વર્ષની જેલની સજા

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
Two Indian Americans Sentenced For $1 Billion Fraud


Two Indian Americans Sentenced For $1 Billion Fraud: શિકાગો સ્થિત હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ કંપની આઉટકમના ભારતીય મૂળના બે પૂર્વ એક્ઝિક્યુટિવને 1 અબજ ડોલર (રૂ. 8300 કરોડ)નું કૌભાંડ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ બંને જણે કંપનીના ગ્રાહકો, ધિરાણદારો અને રોકાણકારોને નિશાન બનાવી કૌભાંડ આચર્યું હતું.

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અનુસાર, આઉટકમ કંપનીના કો-ફાઉન્ડર અને પૂર્વ સીઈઓ ઋષિ શાહ (ઉ.વ. 38 વર્ષ) અને કો-ફાઉન્ડર તથા પૂર્વ પ્રેસિડન્ટ શ્રદ્ધા અગ્રવાલે (ઉ.વ.38 વર્ષ) ગેરરીતિ આચરી લોકો પાસેથી ફંડ મેળવ્યું હતું. વધુમાં આઉટકમના પૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર બ્રેડ પર્ડી (ઉં. 35 વર્ષ) પણ આરોપી સાબિત થયો છે. 

સાડા સાત વર્ષની સજા

અમેરિકાની કોર્ટે ઋષિ શાહને 26 જૂનના રોજ સાડા સાત વર્ષની કારાવાસની અને શ્રદ્ધાને 30 જૂનના રોજ સાડા ત્રણ વર્ષની હાફવે હાઉસમાં (સુધાર ગૃહ) સેવા આપવાની સજા ફટકારવામાં આવી છે. બ્રેડને પણ બે વર્ષ-ત્રણ માસની જેલની સજા ફટકારાઈ છે. જેમાં તેમણે ક્યારેય બતાવાઈ જ ના હોય એવી જાહેરાતોની તગડી વસૂલાત કરી હોવાનો આરોપ છે. શાહ વિરૂદ્ધ છેતરપિંડીના પાંચ, વાયર છેતરપિંડીના આઠ અને બેન્ક સાથે છેતરપિંડી કરવાના બે કેસમાં આરોપ સાબિત થયા છે. જ્યારે પર્ડી મેલ મારફત છેતરપિંડી, બેન્ક સાથે છેતરપિંડી અને નાણાકીય સંસ્થાને ખોટા નિવેદનો આપવા બદલ દોષિત ઠેરવાયા છે. 

ગ્રાહકો સાથે છેતરપિંડી કરી

કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાના આધારે આઉટકમની સ્થાપના 2006માં થઈ હતી. જે જાન્યુઆરી 2017 સુધી કોન્ટેક્સ્ટ મીડિયા તરીકે ઓળખાતી હતી. આ કંપનીની કામગીરી અમેરિકામાં ડોક્ટર્સની ઓફિસમાં ટેબ્લેટ્સ અને ટીવી સ્ક્રિન લગાવીને જાહેરાત કરવાની હતી. આ માટે તેઓ વિવિધ ગ્રાહકોને તેમના ડિવાઈસ પર જાહેરાતો કરવાં આમંત્રિત કરતાં હતા. તેઓના મોટા ભાગના ગ્રાહક ફાર્મા કંપનીઓ હતી. શાહ, અગ્રવાલ અને પર્ડીએ ગ્રાહકોને ઓછી ડિલિવરી હોવા છતાં સાચો આંકડો છૂપાવી તેમજ સ્ક્રિનની સંખ્યાનો ખોટો આંકડો બતાવી જાહેરાતો પડાવતી હતી. આ જાહેરાતો મારફત તેઓ મબલક કમાણી કરી હતી. 2011થી 2017 દરમિયાન આ જાહેરાતો મારફત તેમણે 45 મિલિયન ડોલરની ઓવરબિલ્ડ એડવર્ટાઈઝિંગ સર્વિસીઝ આપી હતી. 

  શિકાગોમાં બે ભારતીય મૂળના બિઝનેસમેનનું 8300 કરોડનું કૌભાંડ, સાડા સાત વર્ષની જેલની સજા 2 - image


Google NewsGoogle News