યુરોપના આ દેશમાં ફરવા જઈ રહ્યા હોવ તો આ સ્કીમનો લાભ જરૂરથી લેજો, મફતમાં ફૂડ સાથે ટુર પણ કરાવશે

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Foreign trip Tips
Image: Envato

Copenhagen Launch Copenpay Scheme: કોપનહેગને પ્રવાસીઓમાં ઈકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસને પ્રોત્સાહન આપતાં નવો પ્રોગ્રામ કોપનપે (CopenPay) શરૂ કર્યો છે. 15 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલનારા આ પ્રોગ્રામમાં પ્રવાસીઓને મફતમાં ફૂડ સાથે વિવિધ પિકિંગ, બાઈકિંગ, અને પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી સસ્ટેનેબલ એક્ટિવિટી ઓફર કરવામાં આવશે.

કોપનપે સ્કીમ અંતર્ગત પ્રવાસીઓ બપોરનું ભોજન, મ્યુઝિયમ ટુર, કોફી, વાઈન, અને કાયેક રેન્ટલ્સ જેવી સુવિધાઓ મફતમાં ઓફર કરાશે. જે ઈકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોગ્રામનો હેતુ પ્રવાસીઓમાં પર્યાવરણની સુરક્ષા સંબંધિત જેમ કે, કચરો એકઠો કરવો.. એક્ટિવિટી કરવા પ્રોત્સાહન આપવાનો છે.

આ દેશો સ્થાયી થવા માટે લાખો રૂપિયા ઓફર કરે છે, વિવિધ સુવિધાઓ સાથે માઈગ્રન્ટ્સને આકર્ષે છે

કોપનહેગનના સીઈઓ મિક્કલ એરો હનસેને સમજાવ્યું હતું કે, કોપનપે સાથે અમે લોકોને પૃથ્વી પર બોજો ઘટાડતી જીવનશૈલી જીવવાનો અનુભવ કરવા સક્ષમ બનાવી રહ્યા છીએ. અમે પર્યાવરણ માટે જવાબદાર પ્રવૃત્તિઓની મદદથી પ્રવાસીઓનો પ્રવાસ યાદગાર બનાવી રહ્યા છીએ. તમે વિદેશમાં ક્યાંય પ્રવાસ જાઓ છો, તો વિવિધ પ્રવૃત્તિઓ મારફત પર્યાવરણને નુકસાન પહોંચાડો છે. જે અટકાવવા આ પહેલ શરૂ કરાઈ છે.

સરકારના ફંડિંગ વિના સ્થાનિક 24 બિઝનેસની મદદથી કોપનપે પહેલ શરૂ કરાઈ છે. જેમાં ભાગ લેવા માટે પ્રવાસીઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટ ટિકિટ બતાવવી પડશે અથવા તેમની ઈકો-ફ્રેન્ડલી પ્રવૃત્તિઓનો પુરાવો આપતો ફોટો રજૂ કરવો પડશે. જો આ પહેલ સફળ રહી તો તેને લંબાવવામાં આવશે.

યુરોપના આ દેશમાં ફરવા જઈ રહ્યા હોવ તો આ સ્કીમનો લાભ જરૂરથી લેજો, મફતમાં ફૂડ સાથે ટુર પણ કરાવશે 2 - image


Google NewsGoogle News