2025થી પોસ્ટ સ્ટડી વર્ક વિઝાના નિયમો બદલાશે, ન્યૂઝીલેન્ડ જવાનું સપનું હોય તો ખાસ જાણી લેજો
New Zealand PSWV: ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના પોસ્ટ સ્ટડી વર્ક વિઝાની મુદ્દત વધારવામાં આવી છે. હવે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન ડિપ્લોમાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પોસ્ટ સ્ટડી વર્ક વિઝા (PSWV) મારફત ત્રણ વર્ષ સુધી ન્યૂઝીલેન્ડમાં કામ કરવાની તક મળશે. જો કે, ક્વોલિફિકેશનના આધારે વર્ક વિઝાની મુદ્દત નિર્ધારિત થશે. 2025થી દેશમાં PSWV નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા ફેરફાર આગામી વર્ષથી અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓ પર લાગૂ થશે.
15000થી વધુ ભારતીયો પાસે સ્ટુડન્ટ વિઝા
નવા નિયમો હેઠળ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા (પીજી ડિપ્લોમા) બાદ માસ્ટર્સ ડિગ્રી કરનારાઓને પણ પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળી શકશે. જેનાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લાભ મળશે. ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા ચીન અને ભારતીયોની છે. ન્યૂઝીલેન્ડમાં આશરે 15000થી વધુ ભારતીયો અભ્યાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ H1B વિઝા અને ભારતીયો મુદ્દે ટ્રમ્પની ટીમમાં તિરાડ! વિરોધીઓને મસ્કનો જડબાતોડ જવાબ
જૂનો નિયમ
ન્યૂઝીલેન્ડમાં જો કોઈ વિદ્યાર્થી 30 સપ્તાહનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરતો હોય તો તેને વર્ક વિઝા મળતા નથી. માસ્ટર્સ પ્રોગ્રામને જ વર્ક વિઝા મળી શકે છે. પરંતુ તેના માટે 30 સપ્તાહનો અભ્યાસ જરૂરી છે. પરંતુ નવા નિયમ અનુસાર, હવે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરતાં વિદ્યાર્થીઓને પણ વર્ક વિઝા મળશે. જેના માટે તેમણે માત્ર દર્શાવવુ પડશે કે, તેઓએ માસ્ટર્સ પ્રોગ્રામમાં પ્રવેશ લીધો છે.
શું છે પીએસડબ્લ્યૂનો નિયમ
પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અમુક શરતોને આધીન છે. તેની પાસે ન્યૂઝીલેન્ડની માન્યતા પ્રાપ્ત ડિગ્રી હોવી જરૂરી છે. જો વિદ્યાર્થી પાસે માસ્ટર્સ ડિગ્રી ન હોય તો તે માસ્ટર્સ પ્રોગ્રામમાં એડમિશન વિશેની માહિતી આપી આ વિઝા મેળવી શકે છે. સ્ટુડન્ટ વિઝા પૂર્ણ થયાના 12 મહિનાની અંદર અરજી કરી શકાશે. ત્રણ વર્ષનો વર્ક વિઝા મેળવવા માટે માસ્ટર્સ પ્રોગ્રામમાં ઓછામાં ઓછા 30 સપ્તાહ ફૂલ-ટાઈમ અભ્યાસ કર્યો હોવો જરૂરી છે.