Get The App

સિંગાપોર નંબર વન, ભારતને ઝટકો... જુઓ દુનિયાના સૌથી શક્તિશાળી પાસપૉર્ટનું રેન્કિંગ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
સિંગાપોર નંબર વન, ભારતને ઝટકો... જુઓ દુનિયાના સૌથી શક્તિશાળી પાસપૉર્ટનું રેન્કિંગ 1 - image


Image: Facebook

Worlds Most Powerful Passport: વર્ષ 2025ના પહેલા છ મહિના માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપૉર્ટનું રેન્કિંગ જાહેર થઈ ગયું છે. આ રેન્કિંગને પ્રતિષ્ઠિત સંસ્થા હેનલે એન્ડ પાર્ટનર્સે પ્રકાશિત કર્યા છે. આ ઇન્ડેક્સ એ આધારે પાસપૉર્ટનું રેન્કિંગ તૈયાર કરે છે કે તે પાસપૉર્ટ રાખનાર કોઈ વિઝા વિના કેટલા દેશોમાં જઈ શકે છે. 

હેનલે પાસપૉર્ટ ઇન્ડેક્સ અનુસાર સિંગાપોરનો પાસપૉર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપૉર્ટ છે. જેને રાખનાર લોકો વિશ્વના 195 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. આ ઇન્ડેક્સમાં ભારત અને પાકિસ્તાનને શું રેન્કિંગ આપવામાં આવી છે.

સિંગાપોર બાદ જાપાનની પાસે બીજો સૌથી શક્તિશાળી પાસપૉર્ટ

સિંગાપોર બાદ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપૉર્ટના રેન્કિંગમાં જાપાન બીજા નંબરે છે. જાપાની પાસપૉર્ટ દ્વારા લોકોને 193 દેશોની વિઝા ફ્રી મુસાફરીની પરવાનગી મળે છે. જાપાન બાદ દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, સ્પેન અને ફિનલૅન્ડ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. આ દેશોના પાસપૉર્ટ પર 192 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશની પરવાનગી છે.

ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, ડેનમાર્ક, લક્જમબર્ગ, નોર્વે, સ્વીડન અને નેધરલન્ડની પાસે દુનિયાનો ચોથો સૌથી શક્તિશાળી પાસપૉર્ટ છે. આ 191 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી આપી શકે છે. 190 દેશોમાં ફ્રી એન્ટ્રીની સાથે ન્યૂઝીલૅન્ડ, પૉર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ, બ્રિટન અને બેલ્જિયમની પાસે પાંચમો શક્તિશાળી પાસપૉર્ટ છે.

આ પણ વાંચો: H1B વિઝામાં 5 મોટા ફેરબદલ: અમેરિકામાં નોકરીનું સપનું જોતાં લોકોને મળશે લાભ

પાકિસ્તાન સૌથી કમજોર પાસપૉર્ટ વાળા દેશોમાં સામેલ

વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપૉર્ટ વાળા દેશોની લિસ્ટમાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ ખૂબ દયનીય છે. પાકિસ્તાનનો પાસપૉર્ટ એક વખત ફરીથી કમજોર પાસપૉર્ટમાં સામેલ થયો છે. 33 દેશોની ફ્રી વિઝા એન્ટ્રીની સાથે પાકિસ્તાન 103માં નંબરે છે જ્યારે આફ્રિકી દેશ સોમાલિયા, પેલેસ્ટાઇન, નેપાળ અને બાંગ્લાદેશની રેન્કિંગ પાકિસ્તાનથી ઉપર છે. સોમાલિયાનો પાસપૉર્ટ 102માં નંબરે છે.

પાકિસ્તાનથી ઘણો આગળ છે ભારતનો પાસપૉર્ટ

ભારતનો પાસપૉર્ટ રેન્કિંગ પાકિસ્તાનના પાસપૉર્ટ રેન્કિંગની તુલનામાં ઘણો શ્રેષ્ઠ સ્થિતિમાં છે. વિશ્વભરના દેશોમાં સૌથી શક્તિશાળી પાસપૉર્ટ રેન્કિંગમાં ભારત 85માં નંબરે છે. ભારતીય પાસપૉર્ટ દ્વારા વિશ્વના 57 દેશોમાં વિઝા ફ્રી યાત્રા કરી શકાય છે. જોકે, ગયા વર્ષની સરખામણીએ ભારત 5 રેન્ક નીચે આવી ગયો છે.


Google NewsGoogle News