અમેરિકા જતા ભારતીયો માટે મોટા સમાચાર, H1B વિઝાના નવા નિયમો આ તારીખે થશે જાહેર
Image: FreePik |
H-1B Visa Rules And Regulation: યુ.એસ. સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) H-1B વિઝા સંબંધિત નવા નિયમોને અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે, જે નોકરીદાતાઓ અને પ્રોફેશનલ્સ બંને પર નોંધપાત્ર અસર કરી શકે છે. 8 જુલાઈથી નવા નિયમો અમલી બનશે. નવા નિયમના લીધે કાયદાકીય નિષ્ણાતોમાં અપેક્ષા અને ચિંતા જગાવી છે. જ્યારે કેટલાક આશાવાદી છે કે બાઈડેન વહીવટ અંતિમ નિયમમાં વિવાદાસ્પદ મુદ્દાઓને સંબોધશે, જો કે, ફોર્બ્સના અહેવાલ મુજબ તેઓ અપેક્ષા રાખે છે કે ટ્રમ્પ ઇમિગ્રેશન પ્રતિબંધોને જોગવાઈઓમાં સ્થાન મળશે.
ફીમાં વધારો થયો
એચ-1બી વિઝા એ ભારતીય IT કંપનીઓ માટે તેમના સોફ્ટવેર એન્જિનિયરોને અમેરિકામાં તૈનાત કરવા માટે લાંબા સમયથી પસંદગીનો માર્ગ છે, આ વિઝા મેળવવામાં ભારતીયો અગ્રેસર છે. સૂચિત નિયમમાં H-1B વિઝા એક્સટેન્શન માટે ફી 4,000 ડોલરનો ચાર્જ અને L-1 વિઝા એક્સટેન્શન માટે 4,500 ડોલર સાથે ફી વધારવામાં આવી છે. આ ફી 9/11 રિસ્પોન્સ અને બાયોમેટ્રિક એન્ટ્રી-એક્ઝિટ ફીનો ભાગ છે, જે હાલમાં ફક્ત પ્રારંભિક વિઝા અરજીઓ અને એમ્પ્લોયર ફેરફારોને લાગુ પડે છે.
ભારતીયોને શું અસર
H-1B વિઝા નિયમોમાં સૂચિત ફેરફારો અમેરિકામાં રહેવા અને કામ કરવા માંગતા ભારતીય પ્રોફેશનલ્સ પર નોંધપાત્ર અસર કરી શકે છે. આ ફેરફારો સંભવિત અરજદારોની ચિંતામાં વધારો કરી રહ્યા છે. નવા નિયમોની વિવાદાસ્પદ જોગવાઈઓ પૈકી એક જોગવાઈ H-1B વિઝા માટે પાત્ર સ્પેશ્યિલાઈઝ્ડ પ્રોફેશનલ્સની વ્યાખ્યાને પુનઃવ્યાખ્યાયિત કરવાની છે. જેની મદદથી તેઓ અમુક ચોક્કસ હોદ્દાઓની ભૂમિકાઓ સુધી મર્યાદિત કરવાનો છે. નોકરી માટે ડિગ્રી જરૂરી ગણાશે. આ પગલાંના કારણે સંભવિત રીતે ઘણા કુશળ વિદેશી પ્રોફેશલન્સને H-1B વિઝા મેળવવાથી બાકાત કરી શકે છે.
સ્પેશ્યિલાઈઝ્ડ પ્રોફેશનલ્સ માટે પડકારો
અહેવાલો સૂચવે છે કે અમેરિકામાં નોંધપાત્ર સંખ્યામાં સ્પેશ્યિલાઈઝ્ડ પ્રોફેશનલ્સ તેમના ચોક્કસ ક્ષેત્ર સાથે સીધી રીતે સંબંધિત ડિગ્રી ધરાવતા નથી, જે નવા વિઝા નિયમો હેઠળ વધુ પ્રતિબંધો તરફ દોરી શકે છે. વધુમાં, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી ધરાવતી વ્યક્તિઓને અવરોધોનો સામનો કરવો પડી શકે છે કારણ કે તેઓ હવે સ્પેશ્યિલાઈઝ્ડ પ્રોફેશન્સમાં માટે લાયક નહીં ગણાય.
આંતરરાષ્ટ્રીય MBA વિદ્યાર્થીઓ પર અસર
આ ફેરફારો H-1B સ્ટેટસ સુરક્ષિત કરવા ઈચ્છતા આંતરરાષ્ટ્રીય MBA વિદ્યાર્થીઓ માટે એક પડકાર ઉભો કરી શકે છે, જે US યુનિવર્સિટીઓમાં MBA પ્રોગ્રામ્સમાં રજિસ્ટ્રેશન સંભવિત ઘટી શકે છે. આ ફેરફાર બિઝનેસ સ્કૂલોમાં વિવિધતા અને ટેલેન્ટ પૂલ પર અસર કરી શકે છે.
વિઝા એક્સટેન્શન માટે ભારે ફી
શૈક્ષણિક લાયકાતોને પુનઃવ્યાખ્યાયિત કરવા ઉપરાંત, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી H-1B અને L-1 વિઝા એક્સટેન્શન માટે નોકરીદાતાઓ પર નોંધપાત્ર ફી લાદવાની યોજના ધરાવે છે. આ વિઝા પર કર્મચારીઓની નોંધપાત્ર ટકાવારી ધરાવતા એમ્પ્લોયરો આ ફીને આધિન રહેશે, વિદેશી કૌશલ્ય પર આધાર રાખતા વ્યવસાયો પર નાણાકીય તણાવ વધશે.
H1-B વિઝા શું છે
H-1B વિઝા અને L-1 વિઝા અમેરિકન એમ્પ્લોયરોને વૈશ્વિક સ્તરે કુશળ કામદારોની ભરતી માટે સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. H-1B વિઝા અમેરિકન એમ્પ્લોયરોને વિશેષ ભૂમિકાઓ માટે વિદેશથી કુશળ કામદારોને રાખવાની મંજૂરી આપે છે. એ જ રીતે, L-1 વિઝા કર્મચારીઓને તેમના દેશની કંપનીમાંથી સંબંધિત યુએસ શાખા, સંલગ્ન, પેટાકંપની અથવા મૂળ કંપનીમાં ટ્રાન્સફર કરવા સક્ષમ બનાવે છે. યુએસસીઆઈએસના અહેવાલ મુજબ, સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા ધરાવતા ભારતીયો, તાજેતરના વિઝા નિયમોમાં થયેલા ફેરફારોને કારણે સંભવિત પડકારોનો સામનો કરે છે.