For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લંડન, કેનેડા અને અમેરિકાના શહેરોમાં હવે નવરાત્રિની ધૂમ, નવ દિવસના ગરબાનો નવો ટ્રેન્ડ

પહેલાં વીક-એન્ડમાં જ ગરબા થતા હવે વિદેશમાં પણ હવે નવ દિવસના ગરબા

Updated: Oct 23rd, 2023

લંડન, કેનેડા અને અમેરિકાના શહેરોમાં હવે નવરાત્રિની ધૂમ, નવ દિવસના ગરબાનો નવો ટ્રેન્ડ

Navratri celebrations across the world : અમદાવાદ સહિત ગુજરાતમાં નવરાત્રિની ધૂમ મચી છે તેવી જ ધમાકેદાર નવરાત્રી હવે લંડન, અમેરિકા કે કેનેડાના શહેરોમાં યોજાઈ રહી છે. જાણે ગુજરાત ખડું કર્યું હોય તેમ હવે સ્થાનિક ગાયકો અને વાદકો તૈયાર થઈ જતાં નવરાત્રિના નવ દિવસના ગરબાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. હવનાષ્ટમીએ કેનેડાના મંદિરોમાં અને સ્થાનિક મંડળો દ્વારા હવન-પૂજા પણ યોજાય છે.

વિદેશની ધરતી પર નવરાત્રીનું અનોખું આયોજન 

ગુજરાતની નવરાત્રીને જયારે યુનેસ્કોમાં સ્થાન મળવાની શક્યતા છે ત્યારે લંડનમાં કચ્છી- ગુજરાતીઓ વિશેષ નવરાત્રી ઉત્સવ મનાવી રહ્યા છે. છેલ્લા ૩૫ વર્ષથી લંડનમાં કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા નવરાત્રીનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે તે યુરોપની સૌથી મોટી નવરાત્રી છે.લંડનના જુદા જુદા વિસ્તારોમાંથી ગરબા રમવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ નવે નવરાત્રિમાં એકત્ર થાય છે. ગુજરાતની માફક અહિં પણ વિદેશની ધરતી ઉપર ખેલૈયાઓ માતાજીની આરતીનો લાભ લે છે અને રંગબેરંગી વેશભુષામાં સજ્જ થઈ ગરબા રમવાની મજા માણે છે.

કેનેડામાં પણ હવે નવ દિવસ સુધી ગરબાની રંગત 

જ્યારે, કેનેડામાં પણ હવે નવ દિવસ સુધી ગરબાની રંગત જામે છે. ટોરન્ટોમાં સ્થાયી થયેલાં અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં અમદાવાદના નરેશ ચાવડાનું કહેવુંછે કે, કેનેડામાં એક મહિના પહેલાંથી વીંક | એન્ડ એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવારે ગરબાના આયોજનો શરૂ થઈ જાય છે. આ વર્ષે એકલા ટોરન્ટોમાં જ ૧૦૦ જેટલા ગરબાના આયોજન થયાં હતાં. કેનેડાના ટોરન્ટો, વેનકુંવર સહિતના મોટાભાગના શહેરોમાં પ્રોફેશનલી, મંદિરોમાં અને અમુક એસોસિએશનો દ્વારા નવ દિવસના ગરબાના આયોજનો કરવામાં આવે છે. 

ઈન્ડિયાના ગાયક અને કલાકારો સાથે ગરબાની રમઝટ 

આજે હવનઅષ્ટમીએ પૂજા અને ગરબાના આયોજનો થયાં હતાં. તો, રાવણદહનના આયોજનો પણ કરવામાં આવનાર છે. નોંધપાત્ર બાબત એ છે કે, કેનેડાના અનેક સ્થાનિક રાજકીય નેતાઓ પણ ગરબાના આ આયોજનોમાં જોડાય છે. મોટાભાગે ગાયકો અને કલાકારો ઈન્ડિયાથી આવતાં હોય છે એટલે મહિના પહેલાંથી શુક્ર, શનિ અને રવિવારે ગરબા યોજાતાં હોય છે. જો કે, હવે કેનેડામાં ગાયક-વાદકોની અનેક લોકલ ટીમો તૈયાર થઈ ગઈ હોવાથી હવે નવ દિવસના ગરબાની રમઝટ જામી રહી છે.

Gujarat