કેનેડામાં ભારતવિરોધી જનમતસંગ્રહ; 'કિલ ઇન્ડિયા', 'દિલ્હી બનશે ખાલિસ્તાન' જેવી ભડકાઉ નારેબાજી

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
Khalistan Protest Against India

Image: Twitter, File Photo



Canada Khalistanis news: કેનેડામાં ખાલિસ્તાન સમર્થક અલગાવવાદીઓએ જનમત સંગ્રહ શરુ કર્યો છે. રવિવારે હજારો શીખ અલબર્ટા પ્રાંત સ્થિત કેલગરીના મ્યુનિસિપલ પ્લાઝામાં ભેગા થયા હતા. આ સમયે ભારત વિરૂદ્ધ ભડકાઉ સૂત્રોચ્ચાર થયા હતા. જેમાં ‘કિલ ઇન્ડિયા’ અને ‘દિલ્હી બનેગા ખાલિસ્તાન’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ભારત વિરૂદ્ધ નારેબાજી કરી રહ્યા હતા, ત્યારે કેનેડિયન સરકાર મૂકદર્શક બની હતી.

આ જનમત સંગ્રહનું આયોજન ચરમપંથી સમૂહ શીખ ફૉર જસ્ટિસે અમેરિકાના સ્થાનિક રાજકીય મિશન સમક્ષ કર્યું હતું. નવી દિલ્હીએ ભારત વિરોધી આ આયોજન વિરૂદ્ધ કેનેડાના વિદેશ મંત્રાલય સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં જસ્ટિન ટ્રુડોની પોલીસે તેને રોકવાનું સાહસ કર્યુ ન હતું. 

નિજ્જરના પરિવારે સૌથી પહેલાં વોટિંગ કર્યું

જનમત સંગ્રહ કાર્ય સવારથી સાંજ સુધી ચાલ્યું હતું, જેમાં અલબર્ટામાં ઉપસ્થિત શીખ સમુદાયના લોકોએ ભાગ લીધો હતો. કેનેડામાં વસતાં 10 લાખ શીખમાંથી 1 લાખ શીખ અલબર્ટામાં રહે છે. ખાલિસ્તાની ચરમપંથીના નેતા હરદીપ સિંહ નિજ્જરના પરિવારે સૌથી પહેલાં વોટિંગ કર્યુ હતું. નિજ્જરની 28 જૂન, 2023ના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ  કેનેડામાં વોટરપાર્કમાં ડઝનેક લોકોની શારીરિક છેડતી કરનારા ભારતીયની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે

આયોજન અટકાવવા મુદ્દે મેયરે અસમર્થતા દર્શાવી 

નિજ્જર ખાલિસ્તાનના ટોચના 9 સમર્થક નેતામાંથી એક હતો. આ યાદીમાં લખબીર સિંહ રોડે અને તલવિંદ સિંંહ પરમાર પણ સામેલ છે. કેનેડાની ધરતી પર થઈ રહેલા ભારત વિરોધી જનમત સંગ્રહ અંગે સવાલો પૂછવામાં આવતાં કેલગરીના ભારતીય-કેનેડિયન મેયર જ્યોતિ ગોંડેકે જણાવ્યું હતું કે, આ આયોજનને રોકવું અમારા હાથમાં નથી. મ્યુનિસિપલ પ્લાઝામાં કોઈપણ ગતિવિધિઓ થઈ શકે છે, કારણકે, તે એક જાહેર સ્થળ છે. જ્યાં આયોજન માટે કોઈ મંજૂરી કે પરવાનગી લેવાની જરૂર પડતી નથી. લોકો એક સમુદાય સ્વરૂપે પોતાની ઇચ્છાનુસાર ભેગા થઈ આયોજન કરી શકે છે. જેના પર અમે દેખરેખ કે નજર રાખી શકીએ નહીં. 

સિટી ઑફ કેલગરી, કૉર્પોરેટ પ્રોપર્ટીઝ એન્ડ બિલ્ડિંગના ડિરેક્ટર ઇયાન ફ્લેમિંગે નિવેદન આપ્યું હતું કે, જો યોગ્ય ગતિવિધિઓ અને વ્યવહારની અપેક્ષાઓ તથા દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ કે સંગઠન કોઈપણ મંજૂરી વિના પ્લાઝાનો ઉપયોગ કરી શકે છે.


  કેનેડામાં ભારતવિરોધી જનમતસંગ્રહ; 'કિલ ઇન્ડિયા', 'દિલ્હી બનશે ખાલિસ્તાન' જેવી ભડકાઉ નારેબાજી 2 - image


Google NewsGoogle News