Get The App

સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જઈ નોકરી કરતાં ભારતીયો મુશ્કેલીમાં, ટ્રમ્પના આદેશ પર કાર્યવાહી શરૂ

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
Indian Students in US


Indian Students in US Affected by New Visa Rules: અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓ બાદ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા હજારો વિદ્યાર્થીઓમાં કામના કલાકોના નિયમો કડક કરાતાં ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ દરેક ઈમિગ્રેન્ટસની રોડ પર અને ઘરે જઈને ઈમિગ્રેશન વિભાગ તપાસ કરી રહ્યો છે ત્યારે સ્ટુડન્ટ વિઝાના નિયમો બાબતે વિધાર્થીઓ વર્ક લિમિટને લઈને વધુ ચિંતિત અને સતર્ક બન્યા છે.  

અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર પહેલા છ મહિના કામ કરવાની મનાઈ

અમેરિકા સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓને પહેલા છ મહિના કામની મંજૂરી નથી. તે પછીના બીજા છ મહિના જો યુનિવર્સિટીની મંજૂરી આપે તો વિદ્યાર્થીઓ અઠવાડિયાના 20 કલાક કામ કરી શકે છે. 

જો કે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા હજારો વિદ્યાર્થીઓ પર પણ વર્કિંગ અવર્સને લઈને ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશન વિભાગને વિવિધ તપાસો સોંપી છે. સામાન્ય રીતે સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થી એક અઠવાડિયે 20 કલાક કામ કરી શકે છે. 

સ્ટુડન્ટ વિઝા પર ઈમિગ્રેશન વિભાગની વૉચ 

પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ આ મર્યાદાને અવગણીને ભણવાના કલાકોમાંથી પણ સમય કાઢીને ઊંચી ફી ભરપાઈ કરવાના આશયથી વધુ કમાવવાના ઈરાદે અમેરિકામાં દરરોજ કામ કરતાં જોવા મળે છે. પરંતુ હવે આ પ્રવૃત્તિ પણ ત્યાંની સરકારના ધ્યાનમાં આવતાં વિદ્યાર્થીની કોલેજમાં હાજરી તપાસવામાં આવી રહી છે અને વર્ક પ્લેસ પર કામ કરતાં વિદ્યાર્થીઓને અચાનક તપાસવામાં આવી રહ્યા છે. 

અનેક વિધાર્થીઓની આર્થિક સ્થિતિ વધુ કથળી 

તપાસ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી મળે તો તેને કામના સ્થળેથી અટકાયત કરીને તેને તાત્કાલિક કામ કરતા બંધ કરાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાનો ખૌફ એટલો છે કે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ એલર્ટ થઈ ગયા છે. પાર્ટ ટાઈમ જોબ આમ પણ મળતી નથી અને તેમાં ફુલ ટાઈમ નોકરી છોડવા જતા અનેક વિધાર્થીઓની આર્થિક સ્થિતિ વધુ કથળી છે. 

પાર્ટ ટાઈમ વર્ક પરમીટ કામ કરતા વિધાર્થીઓ હાલ કામ પર જવાનું ટાળી રહ્યા છે 

ટેક્સાસ, શિકાગો, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસીની વિવિધ યુનિવર્સિટીઓમાં પાર્ટ ટાઈમ વર્ક પરમીટ લઈને કામ કરતાં વિદ્યાર્થીઓ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના એક્શન ના લેવાય તે માટે કામ પર જવાનું ટાળી રહ્યા છે. એક તરફ કામની જરૂરિયાત અને બીજી તરફ કડક નિયમ આ વિદ્યાર્થીઓને મુંઝવી રહ્યા છે. 

પ્રાઈવેટ કામના અવર્સમાં ઓલા ઉબરમાં કે સપ્લાઈ ચેઈનમાં કામ કરતાં વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે છે કે તેમના કલાકો વધી ના જાય. જ્યારથી ટ્રમ્પ સરકાર આવી છે ત્યારના ભારતીય વિધાર્થીઓમાં નિયમો અંગેનો ફફડાટ જોવા મળી રહ્યો છે. 

સ્ટુડન્ટ વિઝા લીધા બાદ જોબ કરીને ફી ચૂકવવાની ગણતરી 

અમેરિકાની વિવિધ યુનિવર્સિટીમાં એડમિશન લઈને મોટા ભાગના વિદ્યાર્થીઓએ પચાસ-પચાસ લાખ ફી ભરીને એડમિશન લીધા છે. આ સ્થિતિમાં મોટા ભાગના વિદ્યાર્થીઓની એવી ગણતરી હોય છે કે તે સ્ટુડન્ટ વિઝા લીધા બાદ પાર્ટ ટાઈમમાં ફૂલ ટાઈમ જોડાઈને આ ફી ભરપાઈ કરીને લાંબા ગાળા માટે અમેરિકામાં સેટલ થશે. 

આ પણ વાંચો: હવે અંગ્રેજી ન આવડતું હોય તેવા લોકો પણ ન્યૂઝીલૅન્ડ જઈ શકશે, ખાસ લોકોને અપાઈ છૂટ

વિધાર્થીઓને ઈમિગ્રેશન અધિકારીઓની તપાસનો ડર 

પરંતુ ટ્રમ્પ સરકારના કડક વલણને કારણે વર્કિંગ પ્લેસ પર પણ જોબ ઓનર્સ પર તપાસો આવતાં હવે સ્ટુડન્ટ વિઝા પર ભણી રહેલા અને વધારાના કલાકોમાંથી સમય કાઢીને કામ કરનાર વિદ્યાર્થીઓની એક તરફ આર્થિક સ્થિતિ કથળી રહી છે અને બીજી તરફ બહાર નીકળતા ઈમિગ્રેશન અધિકારીઓની તપાસનો ડર વધતા અમેરિકામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

અમેરિકામાં દર વર્ષે દસ હજારથી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ વિવિધ યુનિવર્સીટીમાં એડમિશન લઈને ભણવા જાય છે. અમેરિકામાં વસતા વિદ્યાર્થીઓ વર્તુળો દ્વારા પણ વોટ્સ એપ ગ્રૂપમાં સ્ટુડન્ટ વિઝા ઈમિગ્રેશનના નિયમોની ચર્ચાઓ વધી છે. 

સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જઈ નોકરી કરતાં ભારતીયો મુશ્કેલીમાં, ટ્રમ્પના આદેશ પર કાર્યવાહી શરૂ 2 - image



Google NewsGoogle News