Get The App

USમાં જોબ ન મળતા બેબીસીટર બનવા મજબૂર ભારતીય વિદ્યાર્થીઓ, એક કલાકના મળે છે આટલા રૂપિયા

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
Babysitting


Indian Students Doing Babysitting: અમેરિકામાં દરવર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. જ્યાં તેઓ પોતાનો ખર્ચો કાઢવા માટે અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરે છે. પરંતુ અમેરિકાના ઘણા રાજ્યોમાં નોકરી મળવી મુશ્કેલ બની હોવાના અહેવાલો મળ્યા છે. જેના લીધે ઘણા વિદ્યાર્થીઓ બેબી સીટરનું કામ કરી રહ્યા છે.

બેબી સીટરમાં સારી એવી કમાણી

મીડિયા અહેવાલ અનુસાર, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાની વર્તમાન સ્થિતિના કારણે બાળકોની સારસંભાળ રાખવાનું કામ કરી રહ્યા છે. જો કે, તેમાં સારી એવી કમાણી પણ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પ્રતિ કલાકના 13થી 18 ડોલર (રૂ. 1100-1500)ની કમાણી થાય છે. જેથી પોતાનો રોજિંદો ખર્ચ કાઢવા વિદ્યાર્થીઓ બેબી સીટર બની રહ્યા છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે નોકરીઓ ઘટી? એમેઝોન-ગૂગલે H-1B વિઝામાં ઘટાડો કર્યો

મોટા રાજ્યોમાં વધુ કમાણી

કેલિફોર્નિયા, ટેક્સાસ, અને ન્યૂયોર્ક જેવા રાજ્યોમાં બાળકોની સંભાળ રાખવા માટે વધુ પૈસા મળે છે. ઓહાયોમાં અભ્યાસ કરતી હૈદરાબાદની એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, હું રોજના આઠ કલાક એક છ વર્ષની બાળકીની સંભાળ રાખું છું. જેના માટે પ્રતિ કલાક 13 ડોલર મળે છે. અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું સપ્તાહમાં છ દિવસ અઢી વર્ષની બાળકીના બેબી સીટર તરીકે કામ કરુ છું. છ દિવસ સુધી બાળકીના માતા-પિતા મને ભોજન અને રહેવાની સવલત પણ આપે છે. જેમાં મને રૂ. 10 ડોલર પ્રતિ કલાકના મળે છે. 

USમાં જોબ ન મળતા બેબીસીટર બનવા મજબૂર ભારતીય વિદ્યાર્થીઓ, એક કલાકના મળે છે આટલા રૂપિયા 2 - image


Google NewsGoogle News