મૂળ ભારતીય યુવકને મુક્કો મારી હત્યા કરનારને UKમાં છોડી મૂકાયો
UK Freed Without Jail Of Accused: 33 વર્ષીય ભારતીય મૂળના યુવકને મુક્કાઓ મારી હત્યા કરનારાને યુકેની કોર્ટે છોડી મૂક્યો છે. 33 વર્ષીય ભારતીય મૂળ યુવક અમરપાલ અત્કર બર્મિંગહામ બારની બહાર અલ્ટરકેશન દરમિયાન એક અજાણી વ્યક્તિએ માથામાં બે વખત મુક્કો મારતાં તેનું મૃત્યુ થયુ હતું.
અજાણી વ્યક્તિ થોમસ કોલેમનના મુક્કાના કારણે અમરપાલનો મોત થયુ હોવા છતાં તેને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવામાં આવ્યો છે. 31 જુલાઈ, 2021ના રોજ સ્ટેફનસન સ્ટ્રિટ પર સ્થિત વન વારની બહાર ઓલ્ડબરીમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઓફિસર અમરપાલ બારમાં પોતે સેલેબ્રિટી હોય તેવુ વર્તન કરી તેણે કોલેમનને ઈડ શિરિન કહી ટીખળ કરી હતી. જેથી ઉશ્કેરાઈને કોલેમન તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તેણે હીટ મી, હીટ મી કહી કોલેમને મારવા માટે ઉશ્કેર્યો હતો.
જેથી કોલેમન ઉશ્કેરાઈને અમરપાલના માથા પર મુક્કો માર્યો હતો. જો કે, બાદમાં બાઉન્સર્સ વચ્ચે પડ્યા હતા. બાદમાં અમરપાલે બર્મિંગહામ ન્યૂ સ્ટ્રીટ સ્ટેશન નજીક કોલેમનને ફોન કરી બોલાવ્યો હતો. જ્યાં અમરપાલે કોલેમનને મુક્કો માર્યો હતો, જેના જવાબમાં કોલેમને અમરપાલના માથામાં ફરી એકવાર મુક્કો મારતાં ઈજા થઈ હતી. અમરપાલ બેભાન થઈ જતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો.
કોલેમન આ ઘટનાથી હેતબાઈ ગયો હતો. તે ફરાર થયો હતો. પરંતુ પોલીસે તેની ગ્રાન્ડ હોટલમાંથી ધરપકડ કરી હતી. ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસે તેની વિરૂદ્ધ કોઈ ગુનો ન નોંધવા નિર્ણય લીધો હતો, અત્કરના પરિવારે નિર્ણય પર રિવ્યુ કરવાની દલીલ કરી હોવા છતાં કોલેમનને ઉશ્કેરવામાં આવ્યો હોવાના પુરાવા સાથે તેને નિર્દોષ છોડવામાં આવ્યો હતો. તેણે સેલ્ફ ડિફેન્સમાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.