Get The App

ફરવા જતા ભારતીયો લખલૂટ નાણાં વાપર્યા, એક વર્ષમાં જ 31.7 અબજ ડોલરનો કર્યો ખર્ચ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
Indians Foreign spendings


Indian foreign spending skyrockets 29-fold in a decade: વિદેશની ઘેલછા ધરાવતા ભારતીયો ખર્ચ કરવામાં પણ અવ્વલ છે. વિદેશોમાં ફરવા જતાં ભારતીયોએ છેલ્લા એક દાયકામાં 31.7 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. જે 29 ગણો ઉછાળો દર્શાવે છે. લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમના આંકડાઓ અનુસાર, કોરના મહામારી બાદ ભારતીયો દ્વારા વિદેશો પ્રવાસનું પ્રમાણ વધતાં ભારતીયો દ્વારા વિદેશમાં ખર્ચનું પ્રમાણ વધ્યું છે.

ભારતીયો રેમિટન્સ મોકલવામાં અર્થાત વિદેશથી પૈસો વતન મોકલવામાં પણ અગ્રણી છે. વિદેશમાં કામ કરતાં ભારતીય કામદારોએ 2024માં 120 અબજ ડોલરનું રેમિટન્સ મોકલ્યું હતું. આ સાથે વિશ્વમાં રેમિટન્સ મામલે ભારત ટોપ પર છે. બીજી બાજુ વિદેશમાં પ્રવાસ કરતાં ભારતીયોની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. નાણાકીય વર્ષ 2013-14માં વિદેશમાં ભારતીયોએ 1.1 અબજ ડોલર ખર્ચ્યા હતા. આ રકમ 2023-24માં 29 ગણી વધી 31.7 અબજ ડોલર થઈ હતી.

બેન્ક ઓફ બરોડાના અભ્યાસ મુજબ, ભારતમાં આવતા રેમિટન્સમાં છેલ્લા દાયકામાં વાર્ષિક ધોરણે 5.5%ના દરે વધારો થયો છે. વિદેશી રેમિટન્સ મેળવવાના મામલે ભારત પ્રથમ ક્રમે અને મેક્સિકો ચીનને પછાડી બીજા સ્થાને પહોંચ્યું છે. બેન્ક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી અદિતિ ગુપ્તાએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2013-14માં રેમિટન્સ આઉટફ્લો (વિદેશમાં ભારતીયો દ્વારા ખર્ચ) વાર્ષિક 40 ટકાના દરે વધ્યો છે. મધ્યમ વર્ગના લોકોની આવકમાં વધારાના કારણે વિદેશ પ્રવાસ વધ્યો છે. જેથી વિદેશમાં ખર્ચ પણ વધ્યો છે.

વિદેશોની જીડીપીમાં ભારતીયોનો ફાળો મહત્ત્વનો

વિશ્વના લગભગ તમામ દેશોમાં ભારતીયો વસવાટ કરે છે. અમેરિકા, યુકે, યુરોપના શ્રમ બજારમાં ભારતીયોની સંખ્યા વધુ છે. વિદેશી પ્રવાસીઓમાં પણ ભારતીયોની નોંધપાત્ર સંખ્યામાં વૃદ્ધિના કારણે વિદેશોની જીડીપીમાં ભારતીયોનો ફાળો મહત્ત્વનો છે. હાલમાં જ જારી આંકડાઓ અનુસાર, અમેરિકાના અર્થતંત્રમાં ભારતીયોનો હિસ્સો 1.5 ટકા છે. જેઓ 500 અબજ ડોલરનો ટેક્સ ચૂકવે છે.

  ફરવા જતા ભારતીયો લખલૂટ નાણાં વાપર્યા, એક વર્ષમાં જ 31.7 અબજ ડોલરનો કર્યો ખર્ચ 2 - image


Google NewsGoogle News