ભારતીય મૂળની અમેરિકન ડૉક્ટરે ખોટા બિલો રજૂ કરી 24 લાખ ડૉલરનું ફલેકું ફેરવ્યું, થશે મોટી સજા

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News

Mona gosh Guilty

Chicago convicted Indian-American doctor: અમેરિકાના શિકાગોમાં 51 વર્ષીય ભારતીય અમેરિકન ડૉક્ટર મોના ઘોષને નોન એક્ઝિસ્ટન્ટ સર્વિસીસ માટે મેડિકેડ અને ખાનગી વીમા કંપનીઓને બીલ મોકલીને ફેડરલ સ્વાસ્થ્ય સેવાઓમાં છેતરપિંડી બદલ દોષિત ઠેરવાયાં છે. ડૉ. મોના ઘોષ પ્રોગ્રેસિવ વુમન હેલ્થકેરનાં માલિક અને સંચાલક છે. તેઓ સ્ત્રી રોગ સેવાઓમાં નિષ્ણાત છે. તેમણે સ્વાસ્થ્ય સેવા છેતરપિંડીના બે કેસોમાં ગૂનો કબૂલી લીધો છે. પ્રત્યે કેસમાં ફેડરલ જેલમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

અમેરિકન જિલ્લા ન્યાયાધીશ ફ્રેન્કલિન યુ વાલ્ડેરામાએ મોના ઘોષને સજા સંભળાવવા માટે 22 ઓક્ટોબરની તારીખ નિશ્ચિત કરી છે. ફેડરલ એજન્સીનો આરોપ છે કે મોના ઘોષ છેતરપિંડી દ્વારા ઓછામાં ઓછા 24 લાખ ડોલર મેળવ્યા છે. મોના ઘોષે કબૂલ્યું હતું કે તેણે છેતરપિંડી દ્વારા 15 લાખ ડોલરનું વળતર મેળવ્યું હતું. જોકે, છેતરપિંડીની રકમ કોર્ટ દ્વારા નિશ્ચિત કરવામાં આવશે. કોર્ટ દસ્તાવેજો મુજબ વર્ષ 2018થી 2022 સુધી મોના ઘોષે મેડિકેડ, ટ્રાયકેર અને અનેક અન્ય વીમા કંપનીઓ સામે એવી પ્રક્રિયાઓ અને સેવાઓ માટે છેતરપિંડીવાળા દાવા રજૂ કર્યા, જે અપાઈ નહોતી અથવા મેડિકલી તેની જરૂર નહોતી. કેટલીક સેવાના દાવા તો દર્દીની મંજૂરી વિના જ કરાયા હતા.

અન્ય બે ભારતીય મૂળને પણ કૌભાંડ બદલ સજા

શિકાગો સ્થિત હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ કંપની આઉટકમના ભારતીય મૂળના બે પૂર્વ એક્ઝિક્યુટિવને 1 અબજ ડોલર (રૂ. 8300 કરોડ)નું કૌભાંડ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ બંને જણે કંપનીના ગ્રાહકો, ધિરાણદારો અને રોકાણકારોને નિશાન બનાવી કૌભાંડ આચર્યું હતું. અમેરિકાની કોર્ટે ઋષિ શાહને 26 જૂનના રોજ સાડા સાત વર્ષની કારાવાસની અને શ્રદ્ધાને 30 જૂનના રોજ સાડા ત્રણ વર્ષની હાફવે હાઉસની સજા થઈ છે.



Google NewsGoogle News