તુલસી ગબ્બાર્ડનો ઝંઝાવાતી પ્રચાર

- બે એરિયામાં 2020ની પ્રમુખપદની ચુંટણીના ઉમેદવાર

Updated: Mar 31st, 2019


Google NewsGoogle News
તુલસી ગબ્બાર્ડનો ઝંઝાવાતી પ્રચાર 1 - image


બેએરિયા, તા. 25 માર્ચ 2019, સોમવાર

અમેરિકન સંસદમાં હવાઈનું પ્રતિનિધિત્વ કરનાર ૩૮ વર્ષીય તુલસી ગબ્બાર્ડ યુએસએ કોંગ્રેસમાં સૌપ્રથમ હિન્દુ સાંસદ તરીકે ૨૦૨૦ની પ્રમુખપદની ઉમેદવારીમાં ઝંપલાવે છે તે ગર્વ લેવા જેવી વાત છે.

યુએસએ પ્રેસિડેન્ટ માટે ૨૦૨૦માં યોજાનારી ચુંટણીમાં તુલસી ગબ્બાર્ડે ૧૧ જાન્યુ. ૨૦૧૯ના રોજ ઉમેદવારી નોંધાવી ત્યારથી જ સમગ્ર અમેરિકામાંથી તેમના સૌ ટેકેદારોનો સુંદર અને પ્રબળ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

તુલસી ગબ્બાર્ડ ભારતીય નથી. કેથોલીક પિતા પૂર્વ સેનેટર માઈક ગબ્બાર્ડ અને ખ્રિસ્તી માતા કેરોલ પોર્ટર હિન્દુ ધર્મ પાળે છે અને પ્રથમ હિન્દુ સાંસદ તરીકે તુલસી ગબ્બાર્ડે ચૂંટણીમાં ઝંપલાવતા સમગ્ર અમેરિકામાં તેની નોંધ લેવાઈ છે.

કોંગ્રેસવુમન તુલસી ગબ્બાર્ડે સિલિકોન વેલી અને સાન ફ્રાન્સિસકોની ૧૫ માર્ચ, ૨૦૧૯ થી ૧૭ માર્ચ ૨૦૧૯ સુધી ચૂંટણી પ્રચાર માટે બે એરિયામાં ટાઉનહોલ મિટ અને ફંડ રેઈઝીંગ મિટીંગમાં તેમને ટેકો આપનાર લોકોને સંબોધ્યા હતા.

સિલિકોન વેલીમાં અને સાન ફ્રાન્સિસકોમાં જ્યાં જ્યાં તુલસી ગબ્બાર્ડ સાથે ટાઉનહોલ મીટ અથવા ફંડ રેઈઝીંગ માટે કાર્યક્રમ થયા ત્યાં ટેકેદારોનો પ્રચંડ આવકાર મળ્યો હતો.

કોંગ્રેસ વુમન તુલસી ગબ્બાર્ડે ચૂંટણી પ્રચાર માટે એકત્ર થયેલા લોકોને ખાતરી આપી હતી કે જો તે ૨૦૨૦ના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં સફળ થશે તો અત્યારે અમેરિકાના લોકો વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેવી કે Warના કારણે ગંભીર પરિસ્થિતિ ઉભી થાય અને અમેરિકાના લોકોના Welfareઅને મેડિકેર માટે નાણાં ઉપલબ્ધ ના થાય, પર્યાવરણ સંબંધી પ્રશ્નો Sexual Assaultના તથા દેશને મજબુત કરવા માટે તે પ્રાથમીકતા આપી દેશમાં વિકાસ લાવવા દરેક પ્રયત્નો કરશે.

સાન ફ્રાન્સિસકો ફિમોન્ટ સારાટોગા વિ. શહેરોમાં ટાઉનહોલ મીટીંગ, પ્રોગ્રેસિવ મીટિંગ, ડેમોક્રેટિક રાઉન્ડ ટેબલ, ફંડ રેઈઝીંગ મિટિંગ વિ.નું ભરચક આયોજન થયુ હતું. 

USAના DNC ના ધારા ધોરણ મુજબ US ૨૦૨૦  પ્રમુખપદની ચુંટણી માટે દરેક ઉમેદવારે ૬૫૦૦૦ વ્યક્તિગત ડોનર્સનો સપોર્ટ મેળવવો જરૂરી રહે છે. કોંગ્રેસ વુમન તુલસી ગબ્બાર્ડે ૪૫૦૦૦નો આંક વટાવી દીધો છે અને ડિબેટ સ્ટેવની પ્રતિયોગીતા માટે સર્વેને યોગદાન આપવા અપીલ કરી છે.

હિન્દુ ધર્મમાં દ્રઢ શ્રધ્ધા ધરાવનાર કોંગ્રેસ વુમન તુલસી ગબ્બાર્ડે સિલિકોન વેલીના માઉન્ટવ્યુ ખાતેના ઈસ્કોન ઓફ સિલિકોન વેલીમાં સંધ્યા આરતી અને બરચહૌહયમાં જોડાયા હતા અને HC vaisesika prabhuના આશીર્વાદ મેળવ્યા હતા.


Google NewsGoogle News