Get The App

ઓસ્ટ્રેલિયા-કેનેડા બાદ હવે જર્મની પણ જવા ફંડ વધારે બતાવવું પડશે, જાણો કેટલું

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
Germany Fund Requirements


Financial Requirements For Germany Student Visa: જર્મની જઈ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે નાણાકીય જરૂરિયાતના ભાગરૂપે ફંડ વધુ દર્શાવવુ પડશે. આ શૈક્ષણિક વર્ષથી દર્શાવવામાં આવતાં ફંડની જરૂરિયાત 6 ટકા વધી 12875 ડોલર (અંદાજિત રૂ. 10.78 લાખ) થઈ છે. જે અગાઉ 12135 ડોલર હતી.

આ સ્ત્રોતો હેઠળ ફંડ દર્શાવી શકાશે

ICEF મોનિટરના અહેવાલ મુજબ, વિદ્યાર્થીઓ આ ફંડની રકમ વિવિધ વિકલ્પો મારફત દર્શાવી શકે છે. જેમાં પરિવારની આવક-સંપત્તિના વિગત્તવાર સર્ટિફાઈડ ડોક્યુમેન્ટ્સ, બેન્ક ગેરેંટી, બ્લોક્ડ એકાઉન્ડની મદદથી ફંડ દર્શાવી શકે છે. વધુમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલુ બેન્ક એકાઉન્ટ પણ ચાલશે. આ એકાઉન્ટ બ્લોક તરીકે દર્શાવેલુ હોવુ જોઈએ, જેનો વિદ્યાર્થીઓ જ્યાં સુધી જર્મની પહોંચી જાય નહીં ત્યાં સુધી ઉપયોગ થઈ શકશે નહીં. અથવા તો મહિને ચોક્કસ રકમ ઉપાડની સુવિધા ધરાવતો બેન્ક લેટર પણ ચાલશે.

આ પણ વાંચોઃ કેનેડા જવા માગતા લોકો માટે કામના સમાચાર, જાણો ત્યાંનું સૌથી સુરક્ષિત શહેર કયું?

અન્ય દેશોએ પણ ફંડની જરૂરિયાત વધારી હતી

તાજેતરના મહિનાઓમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડા દ્વારા પણ નાણાકીય જરૂરિયાતોમાં વધારો કરવામાં આવ્યો હતો. કેનેડાએ ડિસેમ્બર, 2023માં ફંડની જરૂરિયાત વધારી બમણી કરી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ મે-2024માં ફંડની જરૂરિયાત 20 ટકા વધારી હતી.

વિદેશ અભ્યાસ માટે જર્મની સસ્તું

ICEF રિપોર્ટ મુજબ, જર્મનીએ ફંડની જરૂરિયાત વધારી હોવા છતાં વિદેશ અભ્યાસ માટે અન્ય દેશોની તુલનાએ જર્મની સસ્તું છે. જર્મનીમાં 12875 ડોલર, ઓસ્ટ્રેલિયમાં 19540 ડોલર, કેનેડામાં 14930 ડોલર, આર્યલેન્ડમાં 10680 ડોલર, ફ્રાન્સમાં 7980 ડોલર ફંડ દર્શાવવું જરૂરી છે. જર્મની ભણવા જતાં વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો સતત વધ્યો છે. 2022-23માં રેકોર્ડ 3.70 લાખ વિદેશી વિદ્યાર્થીઓ જર્મની ગયા હતા. છેલ્લા પાંચ વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી છે.

 ઓસ્ટ્રેલિયા-કેનેડા બાદ હવે જર્મની પણ જવા ફંડ વધારે બતાવવું પડશે, જાણો કેટલું 2 - image


Google NewsGoogle News