દુબઈએ ગેમિંગ વિઝા લોન્ચ કર્યા, આ સેક્ટરમાં નોકરી સાથે રહેવાની તક, ફટાફટ કરો અરજી

Updated: May 31st, 2024


Google NewsGoogle News
દુબઈએ ગેમિંગ વિઝા લોન્ચ કર્યા, આ સેક્ટરમાં નોકરી સાથે રહેવાની તક, ફટાફટ કરો અરજી 1 - image


Dubai Gaming Visa: ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ગ્લોબલ લીડર તરીકે વર્ચસ્વ સ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે દુબઈએ ગેમિંગ વિઝા જારી કર્યા છે. તે દુબઈ પ્રોગ્રામ ફોર ગેમિંગ 2033 અંતર્ગત લોંગ ટર્મ રેસિડેન્સી વિઝા આપી રહી છે. જેમાં ટેલેન્ટેડ ગેમર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ, અને ઈન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સને આમંત્રિત કરવામાં આવશે. 

દુબઈ પ્રોગ્રામ ફોર ગેમિંગ 2023 (DPG 2033)

દુબઈને ગેમિંગ ઈનોવેશનમાં 2033 સુધી વિશ્વનું સેન્ટ્રલ હબ બનાવવાના લક્ષ્ય સાથે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટેલેન્ટને આમંત્રિત કરી તેમના કૌશલ્યોને મઠારી ગેમિંગ ઈનોવેશન માટે સપોર્ટિવ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. પ્રોગ્રામનો ઉદ્દેશ 2033 સુધી ગેમિંગ સેક્ટરમાં 30000 નવી નોકરીઓનું સર્જન કરી દુબઈની જીડીપીમાં 1 અબજ ડોલરનું યોગદાન આપવાનો છે.

કોણ કરશે અરજી

વયમર્યાદાઃ અરજદાર ઓછામાં ઓછી 25 વર્ષની વય ધરાવતો હોવો જોઈએ

અનુભવઃ ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ પ્લેયર, કન્ટેન્ટ ક્રિએટર, ડેવલપર, અને અન્ય સંબંધિત ભૂમિકાઓ સાથે કૌશલ્ય ધરાવતો હોવો જોઈએ.

ડોક્યુમેન્ટ્સઃ ગેમિંગ સંબંધિત કોમ્પ્રેહેન્સિવ CV, પાસપોર્ટની કોપી, તેમજ વૈક્લ્પિક ધોરણે શૈક્ષણિક લાયકાતો તથા ગેમિંગ સમુદાયમાંથી આવતા હોવાનો પુરાવો અર્થાત અક્રેડિટેશન સર્ટિફિકેટ

આ રીતે કરો અરજી

  1. દુબઈ ગેમિંગ પહેલની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  2. વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી રજિસ્ટ્રેશન કરો.
  3. એપ્લિકેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરી ગેમિંગ સંબંધિત CV, પાસપોર્ટની કોપી સહિતના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  4. તમામ વિગતો ભર્યા બાદ એપ્લિકેશન સબમિટ કરો અને અપ્રુવલ માટે રાહ જુઓ.
  5. પ્રોગ્રામના માપદંડોને આધિન એપ્લિકેશન ફોર્મ પૂર્ણ હશે તો વિઝા માટે આમંત્રણ મળશે

ગેમિંગ વિઝાના ફાયદા

  • ગેમિંગ સેક્ટરમાં પ્રતિબદ્ધ અને નિપુણ લોકોને અક્રેડિટેશન સર્ટિફિકેટથી બિરદાવવામાં આવશે.
  • ગેમિંગ સેક્ટરમાં ઉંચા પગાર સાથે નોકરીની તકો તેમજ કરિયર એડવાન્સમેન્ટની તકો મળશે.
  • ગેમર્સ, ડેવલપર્સ, અને ઉદ્યોગના દિગ્ગજોની વાઈબ્રન્ટ કોમ્યુનિટીને ગ્રાન્ટનો લાભ મળશે.
  • ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં થતી મહત્તમ આવકો ટેક્સ ફ્રી છે.

Google NewsGoogle News