VIDEO : બ્રિટનના માર્ગો પર મળ્યાં તમાકુના પેકેટ, ભારતીયોની થઈ ફજેતી, યુઝર્સ ભડક્યાં
Viral Video Of Chaini Khaini: ભારતીયો વૈશ્વિક સ્તરે ગમે-ત્યાં અને આડેધડ કચરો ફેંકી દેવા માટે પહેલાંથી જ વગોવાયેલા છે. આ છાપ દૂર કરવા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતાનુ બ્યુગલ વગાડી વગાડીને છબી બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ સ્થિતિ જૈસે થૈ હોવાનો કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેની ખૂબ નિંદા કરવામાં આવી રહી છે.
આ વીડિયોમાં બ્રિટનના રસ્તા પર ભારતીય તમાકુ પડીકી ચૈની ખૈનીનું પેકેટ મળી આવ્યું છે. એક વ્યક્તિએ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં અનેક લોકોએ ભારતીયો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે, ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઈન્ડિયા 2016-17ના આંકડા અનુસાર, ભારતમાં તમાકુનું સેવન કરનારાની સંખ્યા 26 કરોડથી વધુ હતી. આ તમાકુ પ્રેમ છેક વિદેશ સુધી પહોંચ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો
ઈન્સ્ટાગ્રામ યુઝર અનુરાગ ચૌધરીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કેપ્શન લખી છે કે, ટેગ કરો અપને ચૈની ખૈની વાલે દોસ્ત કો. આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે, ભાઈ આજે હું યુકેમાં ફરી રહ્યો હતો. કોણ કહે છે કે, યુકેમાં (વિદેશમાં) કઈ મળતુ નથી. અહીં તમને ચૈની ખૈની મળી જશે, અહીં તમને ઉડતા પંછી (તમાકુ) મળી જશે. અહીં બધુ જ મળે છે.
આ પણ વાંચોઃ લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે, પાકિસ્તાન હવાની ગુણવત્તા સુધારવા માટે લેશે આ પગલા
યુઝર્સ ભારતીયો પર ભડક્યો
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું કે, દેશ અલગ પરંતુ માનસિકતા એ જ છે. અન્ય યુઝરે લખ્યું કે, આ વીડિયો સાબિત કરે છે કે, ભારતીયો જ્યાં પણ જાય છે, તે ત્યાંના પર્યાવરણની સુંદરતા ખરાબ કરે છે. નોંધનીય છે, બ્રિટનમાં કોઈપણ સ્થળે ગંદકી ફેલાવી તે એન્વારમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1990 હેઠળ ગુનો છે. દોષિતને તેના બદલ ભારે પેનલ્ટી ચૂકવવી પડે છે.