Get The App

કેનેડામાં સ્ટુડન્ટ વિઝા બાદ હવે ટેમ્પરરી વિઝા પર પણ તવાઈ, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
કેનેડામાં સ્ટુડન્ટ વિઝા બાદ હવે ટેમ્પરરી વિઝા પર પણ તવાઈ, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય 1 - image


IRCC Temporary residents Notification: ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (IRCC)એ સ્ટુડન્ટ વિઝા પર આકરા નિયમો લાગુ કર્યા બાદ હવે ટેમ્પરરી રેસિડેન્ટ્સ (કામચલાઉ ધોરણે રહેતાં લોકો) પ્રત્યે કડક વલણ લાગુ કરવા જઈ રહી છે. કેનેડાની સરકાર 1 નવેમ્બર પહેલાં 2025-2027 ઈમિગ્રેશન લેવલ પ્લાનમાં નવા ફેરફારો કરતાં પ્રથમ વખત વર્ક પરમિટ, સ્ટડી પરમિટ અને વિઝિટર વિઝા પર રહેતાં લોકોને આવરી લેતાં ટેમ્પરરી રેસિડેન્ટ્સને આ પ્લાનમાં સામેલ કરશે. 

પરંપરાગત રીતે ઇમિગ્રેશન લેવલ્સ પ્લાન ત્રણ વર્ષમાં આપવામાં આવેલા PR માટે વાર્ષિક અને અંદાજિત લક્ષ્યો નક્કી કરે છે, જે વસ્તી વૃદ્ધિ, સામાજિક પ્રણાલી, કરવેરા, આવાસ, આરોગ્યસંભાળ અને શ્રમ બજારને પ્રભાવિત કરે છે. જો કે, ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે પુષ્ટિ કરી હતી કે, ટેમ્પરરી રેસિડેન્ટ્સના ઈન્ક્લુઝન માટે પોલિસીમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ યુકે જતાં ભારતીયો પર પ્રતિબંધની માગ, ગેરકાયદે રહેતાં લોકો પર પણ સકંજો કસવા અપીલ

ટેમ્પરરી રેસિડેન્ટ્સનું પ્રમાણ ઘટાડશે

કેનેડાએ 2023માં 25 લાખથી વધુ ટેમ્પરરી રેસિડેન્ટ્સ માટે અરજી મંજૂર કરી હતી. જે કુલ વસ્તીના 6.2 ટકા છે. મિલરે જણાવ્યું હતું કે, નવા ટેમ્પરરી રેસિડેન્ટ્સનું પ્રમાણ આગામી ત્રણ વર્ષમાં ઘટાડી 5 ટકા સુધી કરવાનું લક્ષ્યાંક છે. આ જાહેરાતો આગામી યોજનાની દિશામાં સમજ પૂરી પાડે છે કે, તેઓ ટેમ્પરરી વિઝા પર કાપ મૂકી શકે છે અથવા તેના નિયમો કડક બનાવશે.

સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ

IRCC એ જાન્યુઆરીમાં સ્ટુડન્ટ વિઝા માટે 606,000 અરજીઓ પર પ્રક્રિયા કરી હતી. જેમાંથી 3,60,000 અરજીઓ મંજૂર કરી હતી. જે 35 ટકા ઘટાડો દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર કાપ મૂકવા વિઝા પ્રોસેસને આકરી બનાવવા ઉપરાંત ફંડિંગમાં વધારો જેવા પગલાંઓ લેવામાં આવ્યા હતાં. 

કેનેડામાં સ્ટુડન્ટ વિઝા બાદ હવે ટેમ્પરરી વિઝા પર પણ તવાઈ, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય 2 - image


Google NewsGoogle News