Get The App

કેનેડાના PRમાં 21% ના ઘટાડાની જાહેરાતથી ગુજરાતીઓ નિરાશ, ટ્રુડો સરકારનો ખરાબ નિર્ણય

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
Canada Slashes PR


Canada Slashes PR: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં 2024માં 1,20,000 પર્મનેન્ટ રેસીડેન્સી (PR)ની અરજીઓમાં કટ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કેનેડામાં રહેતા હજારો ગુજરાતીઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. વર્ષ 2023માં ટ્રુડો સરકારે 2024માં 5 લાખ લોકોને પી.આર. આપવાનો નિર્ણય લીધો હતો. તેની સામે સરકારે અચાનક યુટર્ન લેતા કેનેડામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓમાં વધુ નિરાશા વ્યાપી ગઈ છે. 

હજારો વિદ્યાર્થીઓની આશાઓ પાણી ફરી વળ્યું 

હાલમાં કેનેડામાં સંઘર્ષ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ પી.આર.ની રાહમાં બેઠા હોવાથી એક આશા સાથે કામ કરી રહ્યા હતા. જેના પર હવે પાણી ફરી વળ્યું છે. હાલમાં કેનેડિયન સરકાર દ્વારા ઈમિગ્રેશનનો ટાર્ગેટ 3 લાખ સુધીનો જ છે. આ વાતને પુષ્ટી આપતાં કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જણાવ્યું હતું કે, 'પી.આર. લેવલમાં ઘટાડો કરવાની જાહેરાત એકદમ સાચી છે. કેટલાં લેવલે તેમાં ઘટાડો થશે તેની હજુ આગળ જાહેરાત થશે. છેલ્લા 3 વર્ષમાં થઈ રહેલા પી.આરના ઘટાડાને કારણે કેનેડામાં સ્કીલ વર્કરનો પણ 60 ટકા જેટલો ઘટાડો થશે. ફેમિલી રિયુનિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત પણ 20,000 અરજીઓનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓવર ઓલ સરકાર દ્વારા ઈકોનોમિક ક્લાસની અરજીઓને 60 ટકાના માર્જીન સાથે ગ્રાન્ટ કરી રહી છે.'

આ પણ વાંચો: ખાલિસ્તાનીઓ ભારતીય વિદ્યાર્થીઓને કરી રહ્યાં છે ટારગેટ, ભારત વિરુદ્ધ ઝેર ઘોળવાનો કરે છે પ્રયાસ


પર્મનેન્ટ રેસીડેન્સીની સાથે ટેમ્પરરી રેસેડેન્ટ લેવલમાં પણ સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવતા કેનેડાની વ્યવસ્થામાં સુધારો થશે એવું માનવામાં આવે છે. પરંતુ તેની સામે ઘણી સેવાઓમાં સ્કીલ વર્કરની જરૂરિયાતો છે તેની અછત પણ પડશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 

કેનેડિયન સરકારે સર્વે કરતાં 65 ટકા કેનેડિયનો ઇમિગ્રેન્ટસથી નારાજ

કેનેડાની સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 65 ટકા સ્થાનિક નાગરિકોએ ઈમિગ્રેન્ટ્‌સ પ્રત્યે નારાજગી દાખવી છે. મોટા ભાગના લોકોએ વધારે પડતાં ઈમિગ્રેન્ટ્‌સ હોવાનું જણાવતા કેનેડિયન સરકારે અચાનક પી.આર. અરજીઓમાં ઘટાડો કરીને યુટર્ન લીધો છે. હાલમાં પી.આર. અરજીઓની મર્યાદા 4,85,000 હતી તે ઘટીને વર્ષ 2025માં 3,95,000 થઈ છે. વર્ષ 2026માં સરકાર દ્વારા આ ઈન્ટેક કટ 3,80,000નો રહેશે અને વર્ષ 2027માં 3,65,000 રહેશે. 

હમણાં હમણાં છેલ્લા છ મહિનામાં આ ત્રીજી વારનો સુધારો કેનેડામાં રહેતા અને કેનેડા જવાની તૈયારી કરતાં ભારતીય સ્કીલ વર્કરો માટે ચોંકાવનારો છે. દર વર્ષે ગુજરાતમાંથી 15, 000થી વધુ વિદ્યાર્થીઓ પોતાની કરિયર બનાવવા માટે કેનેડા જાય છે. હાલ ત્યાં રહેવા અને જોબની વિવિધ સમસ્યાઓ પ્રવર્તી રહી છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ પી.આર.ની આશાએ ત્યાં સહન કરીને રહી રહ્યા છે. ત્યારે આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યા છે.

કેનેડાના PRમાં 21% ના ઘટાડાની જાહેરાતથી ગુજરાતીઓ નિરાશ, ટ્રુડો સરકારનો ખરાબ નિર્ણય 2 - image



Google NewsGoogle News