Canada Work Rule: કેનેડામાં ભણતર પછી નોકરીના નવા નિયમ લાગુ, જાણો PGWPની નવી શરતો
Canada PGWP Updated Rules: કેનેડા અભ્યાસ અર્થે જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે'પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ' (PGWP) નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. PGWPના નવા નિયમો હેઠળ હવે ફરિજ્યાતપણે અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ઉપરાંત ઉપરાંત અમુક ચોક્કસ ક્ષેત્રોમાં અભ્યાસ બાદ વર્ક પરમિટ આપવાનો નિર્ણય લેવાયો છે. જેથી હવે ગમે-તે વિષયમાં અભ્યાસ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પર તવાઈ આવશે.
આ નવા નિયમો 1 નવેમ્બરથી લાગુ થયા છે. જે અંતર્ગત હવે નવા 'પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ' (PGWP) નિયમો હેઠળ કેનેડામાં અમુક ચોક્કસ ક્ષેત્રોમાં કામદારોની અછતને ધ્યાનમાં રાખતાં તેના પર ભાર મૂકાયો છે. જેથી અમુક પસંદગી સિવાયના અન્ય ક્ષેત્રોમાં અભ્યાસ માટે PGWP વિઝા મંજૂર થવામાં અડચણો આવી શકે છે.
અંગ્રેજી ભાષા જરૂરી બની
નવા નિયમો હેઠળ PGWP અરજદારોને હવે ફરિજ્યાતપણે અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ હોવાનો દાવો કરતી પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. કેનેડામાં CELPIP, IELTS, અને PTE Core માન્ય છે. ફ્રેન્ચ ભાષાનું નોલેજ ધરાવતા લોકોએ TEF Canada અને TCF Canada આપવાની રહેશે. અભ્યાસ બાદ વર્ક પરમિટ મેળવવા માગતા વિદ્યાર્થીઓએ પણ ફરી અંગ્રેજી ભાષા માટે પરીક્ષા આપવાની રહેશે.
આ ક્ષેત્રોમાં અભ્યાસ સરળ બનશે
PGWP પ્રોગ્રામ હેઠળ અગાઉ મોટાભાગે તમામ કોર્સમાં પ્રવેશ મળી જતો હતો. પરંતુ નવા નિયમો હેઠળ અમુક ચોક્કસ ક્ષેત્રોમાં જ PGWP હેઠળ વિઝા મળી શકશે. જેમાં એગ્રીકલ્ચર એન્ડ એગ્રી ફૂડ્સ, હેલ્થકેર, સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ, ટ્રેડ અને ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે PGWP મેળવવુ સરળ બનશે. ઉલ્લેખનીય છે, આ ક્ષેત્રોમાં કામદારોની અછત હોવાથી તેના પર ફોકસ વધાર્યું છે.
અરજી પ્રક્રિયા અને પ્રોસેસિંગની શરતોમાં ફેરફાર
IRCC સમક્ષ આ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ માટે અરજી કરતી વખતે ઓનલાઈન ફોન જમા કરાવી શકાશે. હવે પોર્ટ ઓફ એન્ટ્રી પર અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે નહીં. જે તે ક્ષેત્રમાં કામ કરવા માટે મેડિકલ પરીક્ષા ફરિજ્યાત રહેશે. તેમણે PGWP અરજી કર્યાના 90 દિવસ પહેલાં અપફ્રન્ટ મેડિકલ પરીક્ષા પસંદ કરવાનો વિકલ્પ મળશે.
વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન્સ
PGWP હેઠળ અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ વર્ક પરમિટ માટે અલગથી અરજી કરવાની રહેશે. અને તેના માટે પણ બે વર્ષ સુધીનો ઈંગ્લીશ લેંગવેન્જ પ્રોફિશિયન્સી સર્ટિફિકેટ રજૂ કરવુ પડશે. જો વર્ક પરમિટ પહેલાં સ્ટુડન્ટ વિઝા એક્સપાયર થઈ જાય તો વિદ્યાર્થીને અરજી કરવા 90 દિવસનો સમય મળશે. જો કે, તેને માટે PGWP અરજી અને ફી બંને જમા કરાવવી પડશે.