કેનેડામાં PR થવું મુશ્કેલ! જોબ ઑફર પર મળતા પોઇન્ટ્સ ખતમ કરવાની જાહેરાત
Canada Stops PR On LMIA: કેનેડા સતત પોતાની ઈમિગ્રેશન પોલિસી આકરી બનાવી લોકોના પ્રવેશ અને વસવાટ પર રોક લગાવી રહ્યું છે. હવે કેનેડાએ લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) પર મળતાં PR વિઝાનો માર્ગ બંધ કર્યો છે. કેનેડા આગામી ત્રણ વર્ષમાં PRની સંખ્યા ઘટાડી 11.4 લાખ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
કેનેડાના ઈમિગ્રેશન મંત્રાલયે LMIA દ્વારા રોજગારી ઓફર કરતાં PR વિઝાની એક્સપ્રેસ એન્ટ્રી પોઈન્ટ્સ સિસ્ટમ દૂર કરી છે. આ પગલું લેવા પાછળનું કારણ ખોટી રીતે પૈસા આપી જોબ ઓફર મેળવતા લોકો પર લગામ લાદવાનું છે. ઘણાં લોકો કેનેડામાં સ્થાયી અને રોજગાર આપતાં લોકોને પૈસા ખવડાવી LMIA પર PR વિઝા મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાખો ભારતીયોને થશે અસર
કેનેડામાં સ્થાયી થવાનું સપનું ધરાવતા ઘણા ભારતીયો પરમેનન્ટ રેસિડન્ટ બનવા LMIAનો માર્ગ અપનાવતા હોય છે. આ માર્ગ સરળ અને ઝડપી છે. ગતવર્ષે લગભગ 52100 ભારતીયોને PR મળ્યા હતા. જે કેનેડા દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ PRના 47 ટકા છે.
શું છે LMIA
કેનેડા દ્વારા 2014માં અમલી LMIA આધારિત વિઝા ટેમ્પરરી ફોરેન વર્ક પ્રોગ્રામનો એક ભાગ છે. જેનો ઉદ્દેશ કેનેડામાં શ્રમિકોની અછત દૂર કરવાનો હતો. આ પહેલ હેઠળ, કેનેડાનો એમ્પ્લોયર વિદેશી કામદારની ભરતી કરી શકે છે. જેના માટે LMIA એપ્લિકેશન કરવાની રહે છે. જેને મંજૂરી મળતાં વિદેશી કામદારને કેનેડામાં નોકરી કરવા માટે PR મળે છે. કેનેડામાં કોમ્પ્રેહેન્સિવ રેન્કિંગ સિસ્ટમના આધારે પીઆર આપવામાં આવે છે. જેમાં એલએમઆઈએ પર રોજગારી મેળવનારાને 50 પોઈન્ટ અને સિનિયર તથા ઉંચો પે-સ્કેલ ધરાવતી રોજગારી માટે 200 પોઈન્ટ મળે છે. આ પોઈન્ટ સિસ્ટમ બંધ થતાં હવે પીઆર મેળવવા મુશ્કેલ બનશે.
આ પણ વાંચોઃ અમેરિકાના વિઝા ઈન્ટરવ્યૂ માટે વધુ રાહ જોવી નહીં પડે, નવા વર્ષથી ઈન્ટરવ્યૂ પોલિસી બદલાશે
LMIA પર અરજદારોની સંખ્યા વધી
આ વર્ષે પ્રથમ ત્રિમાસિકમાં 71300 LMIAને મંજૂરી મળી હતી. જે ગતવર્ષે 63300 હતો. મોટાભાગના કર્મચારીઓએ ફૂડ સર્વિસ, એગ્રિકલ્ચર, ટ્રાન્સપોર્ટેશન, અને કંસ્ટ્રક્શન સેગમેન્ટમાં રોજગારી મેળવી હતી.
આ રીતે મળે છે LMIA PR વિઝા
LMIA પર PR વિઝા માટે અરજી કરનારાઓનું શૈક્ષણિક સ્તર, કામનો અનુભવ, વય અને એંગ્રેજી-ફ્રેન્ચ ભાષા પર પ્રભુત્વ સહિત અન્ય ફેક્ટર્સને ધ્યાનમાં લેવામાં આવે છે. જેના આધારે એક સ્કોર પોઈન્ટ બને છે.
10000થી 180000 ડોલરનું ફ્રોડ
મીડિયા રિપોર્ટ અનુસાર, ઘણા એમ્પ્લોયર્સ અને ઈમિગ્રેશન એજન્ટ કેનેડામાં PR મેળવવા ઈચ્છુકોને એલેમઆઈએ વિઝા વેચી રહ્યા છે. જેમાં તેઓ ઈમિગ્રન્ટ્સ પાસેથી 10000 ડોલરથી 1,80,000 ડોલર (10 લાખથી 50 લાખ) સુધીની રકમ વસૂલી રહ્યા છે.
અન્ય વિકલ્પ
કેનેડામાં સૌથી ઝડપી PR મેળવવા એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ છે. જે પોઈન્ટ આધારિત વિઝા આપે છે. જેમાં વિવિધ પરિબળોના આધારે પોઈન્ટ નક્કી કરવામાં આવે છે. જો કે, તેમાં IELTSમાં 7,7,7,8 પોઈન્ટ લાવવા જરૂરી છે. LMIA ઉપરાંત પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામના આધારે પણ PR મેળવી શકો છે. છેલ્લે 16 ડિસેમ્બરે પીએનપી ડ્રો થયો હતો. જેનો સીઆરએસ કટ-ઓફ 727 રહ્યો હતો.