Get The App

ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીયો પર સંકટના વાદળો, 1 એપ્રિલથી નવી પોલિસી અમલમાં મૂકાતા ઘર ખરીદવું થશે મુશ્કેલ

Updated: Feb 17th, 2025

GS TEAM


Google News
Google News
Australia Policy for Foreigners


AUS Will Banned To Buy Property For Foreigners: ઓસ્ટ્રેલિયાએ વિદેશીઓ પર આગામી બે વર્ષ સુધી પોતાની માલિકીનું ઘર ખરીદવા પર પ્રતિબંધ લાદ્યો છે. મકાનોના વધતા ભાવને ધ્યાનમાં લેતાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસે વિદેશીઓ માટે તૈયાર ઘરોની ખરીદી કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બે વર્ષ સુધી પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયામાં રહેતા અને અભ્યાસ કરતાં લાખ્ખો ભારતીયો કે, જેઓ ત્યાં સેટલ થવા માગે છે, તેમને અસર કરશે.

ઓસ્ટ્રેલિયામાં સાત લાખથી વધુ ભારતીય

કોરોના મહામારી બાદથી ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. ઓસ્ટ્રેલિયામાં આશરે સાત લાખથી વધુ ભારતીયો વસે છે. ઓસ્ટ્રેલિયાના હાઉસિંગ મિનિસ્ટર ક્લેયર ઓ'નીલે જાહેરાત કરી હતી કે, કોઈપણ વિદેશી 1 એપ્રિલ, 2025થી 31 માર્ચ, 2027 સુધી ઓસ્ટ્રેલિયામાં તૈયાર પ્રોપર્ટીમાં રોકાણ કે ખરીદી શકશે નહીં. તેમના પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવે છે. નિશ્ચિત સમય મર્યાદા બાદ ફરી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, ત્યારબાદ પ્રતિબંધ જારી રખાશે કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે. 

આ પણ વાંચોઃ અમેરિકાના વિઝા ધરાવતા લોકોને પણ ઝટકો: સરકારે વિઝા રિન્યૂ કરવાના નિયમોમાં કર્યો મોટો બદલાવ

ઓસ્ટ્રેલિયામાં હાઉસિંગ ક્રાઇસિસ

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશીઓ ખાસ કરીને ભારતીયોની સંખ્યા વધી રહી છે. જેના લીધે હાઉસિંગ ક્રાઇસિસ સર્જાઈ છે. રિયલ એસ્ટેટમાં પણ ફુગાવો શરુ થઈ ચૂક્યો છે. વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં મકાનોના ભાડા પણ વધ્યા છે. વધુમાં ઓસ્ટ્રેલિયામાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી પણ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખતાં ઓસ્ટ્રેલિયાની સરકારે આ નિર્ણય લીધો છે. જેના માટે તે ટેક્સ ઑફિસને વધારાનું ફંડ પણ આપશે. ઉલ્લેખનીય છે, ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ પ્રોપર્ટી ખરીદનારામાં ભારતીયોની સંખ્યા વધુ છે. 

હાઉસિંગ વેલ્યુ 70 ટકા વધી

2023-24માં ભારત ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન માટેનો પ્રમુખ સ્રોત રહ્યો છે. ભારતીય યુવાનો ઉચ્ચ શિક્ષણ અને સ્થાયી થવા માટે ઓસ્ટ્રેલિયા પસંદ કરી રહ્યા છે. જેના લીધે વિદેશીઓની સંખ્યા વધતાં ઓસ્ટ્રેલિયામાં મકાનોના ભાડા, ખાણી-પીણીની ચીજોના ભાવ વધી રહ્યા છે. સિડનીમાં છેલ્લા દસ વર્ષમાં મકાનોની કિંમત 70 ટકા વધી છે. જ્યાં સરેરાશ કિંમત 12 લાખ ઓસ્ટ્રેલિયન ડૉલર (અંદાજિત રૂ. 6.60 કરોડ) છે.

ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીયો પર સંકટના વાદળો, 1 એપ્રિલથી નવી પોલિસી અમલમાં મૂકાતા ઘર ખરીદવું થશે મુશ્કેલ 2 - image

Tags :